ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી - હોમિયોપેથીક

શહેરને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી લીધી છે. શહેરના દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાઇરસ સંક્રમણથી બચી શકે તે માટે સુરતના હોમીઓપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા આ ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ જવાન, TRB અને નર્સ કે જેઓ આ વાઇરસ સામે લડનાર પ્રથમ યોદ્ધા છે. આ તમામ પોણા 2 લાખ કર્મચારીઓને આર્સેનિક આલ્બમ 30 દવા આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં દરેક સોસાયટી સુધી આ દવા પહોંચાડવામાં આવશે.

કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી
કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી

By

Published : Apr 11, 2020, 6:05 PM IST

Updated : Apr 12, 2020, 12:20 PM IST

સુરત : કોરોના વાઇરસના વધતા સંક્રમણને જોતા પોતે આયુષ મંત્રાલયે દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીની દવા આર્સેનિક આલ્બમ 30 અને અસરકારક જણાવી છે. જ્યારે આ વાઇરસથી લોકોને બચાવવા માટે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ શપથ લીધા છે. સુરતના હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આ દવા ખાસ તૈયાર કરવામાં આવી છે. જેથી દવા શહેરના દરેક વ્યક્તિ સુધી પહોંચે અને સુરત શહેર કોરોના વાઇરસથી મુક્ત થાય. આ દવા તબક્કા વાર લોકો સુધી પહોંચાડવામાં આવશે.

કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી
આર્સેનિક આલ્બમ 30 હોમિયોપેથીક દવા છે. જે વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમજ શ્વાસો શ્વાસને પણ ફાયદો કરે છે. પ્રિવેન્શનના રૂપે જ દરેક વ્યક્તિ આ દવા લેશે તો તેની અંદર રોગપ્રતિકારક શક્તિ વધશે જેનાથી કોરોના વાઇરસની અસર તેમને થશે નહી.
Last Updated : Apr 12, 2020, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details