ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ગોરબાઈ માતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી - સુરત નવરાત્રી ન્યૂઝ

સુરતઃ સામાન્ય રીતે લોકો શીરાનો કે કોઈ સ્વાદિષ્ટ પ્રસાદ લેવા માટે પડાપડી કરે છે, પણ સુરતમાં એક મંદિર એવું છે, જ્યાં લોકો કોરડાનો પ્રસાદ લેવા માટે પડાપડી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે,પણ આ હકીકત છે. આ મંદિરમાં ભક્તો કોરડાની મારને પ્રસાદરૂપે હસતાં મુકે સ્વીકારે છે. તેઓ આ પ્રસાદીને માની કૃપા સમજે છે. આ પૌરાણિક મંદિર આશરે 200 વર્ષ જૂનું છે. કહેવાય છે કે, કોરડા પ્રસાદની પ્રથા સદીઓથી ચાલતી આવે છે. હાલ, પણ આ મંદિરમાં કોરડો પ્રથાનું એટલું જ મહત્વ જોવા મળે છે.

સુરતના બાઈમાતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી

By

Published : Oct 6, 2019, 4:53 PM IST

સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોર બાઈમાતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં કોરડાનો અને ખીચડાનો પ્રસાદ લેવા માટે ભક્તો લૂંટ ચલાવે છે. 200 વર્ષ જૂના આ મંદિરમાં નવરાત્રીમાં ગોર માની પૂજા અર્ચના કરીને ખીચડાનો પ્રસાદ આપવામાં આવે છે. કહેવાય છે કે, આ મંદિરમાં પ્રસાદ લૂંટીને ખાવાની પરંપરા છે.

સુરતના બાઈમાતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી

આ મંદિર ખાસ વિશેષતાં છે કે, અહીં, કોરડા પ્રસાદની અનોખી પ્રથા જોવા મળે છે. સામાન્ય રીતે લોકો કોરડા મારથી ડરે છે. પણ આ મંદિર પ્રસાદીરૂપે મારવામાં આવતાં કરોડાને ઝીલવા માટે લોકો વર્ષની રાહ જુએ છે. આ કોરડા પ્રસાદને લઈ એવી લોકમાન્યતા છે કે, આ કોરડાનો માર ઝીલનાર વ્યક્તિ પર માની કૃપા થાય છે, અને પાપનું નિવારણ થાય છે. જેના કારણે માનસિક શાંતિ મળે છે. આમ, આ મંદિરમાં મીઠાઈ, શ્રી ફળ અને ખીચડાના પ્રસાદની સાથે કોરડોનો પ્રસાદ આપવામાં આવે છે. જેને લેવામાં ભક્તો પડાપડી કરતાં જોવા મળે છે.

આ અંગે વાત કરતાં મંદિરના પૂજારી ધીરજ માતાવળાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં મોગલના આક્રમણથી બચવા માટે એક બાળકીએ વાવ પડી ગઈ હતી. મૃત્યુ બાદ બાળકી તેના પરીવારના સપના આવીને જણાવ્યું હતું કે , તે વાવમાં કમળનારૂપે સ્થાપિત છે. ત્યારબાદ લોકોએ વાવ જોયું તો વાવમાં કમળ હતું. જેને લોકોએ માની કૃપા સમજીને કમળ લાવી મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી આ મંદિરમાં અવિરત માની અરાધના કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details