સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઈની દોષી જાહેર કર્યા બાદ નારાયણ સાંઈના પત્ની જાનકીએ કહ્યું કે, કોર્ટના નિર્ણયથી એ બધા લોકોને ન્યાય મળ્યો છે કે, જેમને નારાણય સાંઈ અને આસારામે સતાવ્યા હતા. નારાયણ સાંઈ અને આસારામને તેમના કર્મોનું ફળ મળ્યું છે અને સત્યની જીત થઈ છે. મને આશા છે કે, કડક સજા કરવામાં આવશે.
નારાયણ સાંઈની પત્ની જાનકીનું નિવેદન, કહ્યું- સાંઈ અને આસારામને કર્મોનું ફળ મળ્યું - Asaram
સુરત: સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં ગુરુવારે નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટે દોષી કરાર કર્યા છે. આસારામ બાદ હવે તેંના પુત્ર નારાયણ સાંઈને પણ દુષ્કર્મ મામલે સજા ભોગવવી પડશે. સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાઈ સહિત બીજા આરોપીઓ હનુમાન, ગંગા, જમુના સહિત રમેશ મલ્હોત્રાને આ કેસમાં દોષી જાહેર કર્યા છે. 30મી એપ્રિલે તમામ દોષીઓ ને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે.
ફાઈલ ફોટો
ઉલ્લખનીય છે કે, વર્ષ 2013માં સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સાંઈની સાધિકાએ ફરિયાદ નોંધાવી હતી કે, 10 વર્ષ અગાઉ નારાયણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની પર ગુરુવારે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઈને દોષી જાહેર કર્યા છે.
Last Updated : Apr 26, 2019, 11:50 PM IST