સુરતના ભેસ્તાન સિદ્ધાર્થ નગર નહેર પાસે પૂરપાડ જતી સ્કૂલ રિક્ષાએ બાઈક સવાર બે ફાયર જવાનોને અડફેટે લીધા બાદ પલટી મારી ગઈ હતી. જેમાં બે બાળકો સહિત ચાર ધવાયા હતા. રિક્ષામાં સવાર જુડવા વિદ્યાર્થીમાં 7 વર્ષીય દિવ્યા કુંદન અને ડ્રાઈવર સહિત ચારને સલામત રીતે બહાર કઢાયા હતાં.
સ્કૂલ રીક્ષાએ મારી પલટી, ઘટનામાં બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા - સ્કૂલ રીક્ષા
સુરત: ભેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થ નગર નહેર પાસે સ્કૂલ રીક્ષા પલટી મારી જતા બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા હતાં. જે તમામને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. રીક્ષા ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું જાણવા મળી હતું.
સ્કૂલ રીક્ષાએ મારી પલટી, ઘટનામાં બે વિદ્યાર્થી સહિત ચાર ઘવાયા
આ અકસ્માતને લઇને આસપાસના લોકોએ જણાવ્યું હતુ કે રિક્ષા ચાલક સ્પીડમાં આવતો હતો અને બાઇક સવારને અડફેટે લીધા બાદ રિક્ષા પલટી મારી ગઇ હતી. ત્યાર બાદ સ્થાનિકોએ બંન્ને બાળકોને હેમખેમ બહાર કાઢી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.