સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું (pm modi mother heera ba passed away) છે. ત્યારે આજે ગાંધીનગરમાં સ્વ.હીરાબા મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં વડાપ્રધાન વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો (The Prime Minister cremated the mother) હતો. દેશભરમાંથી હીરા બાને લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા (Muslim students paid tribute to Hira Ba) છે ત્યારે સુરતમાં સરકારી ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (surat Urdu school students paid tribute to Hira Ba) હતી.
ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ આપી હીરાબાને શ્રદ્ધાંજલિ: દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓએ હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક 231માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બાની તસ્વીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બાની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચોવ્યક્તિગત કારણોસર કાર્યક્રમમાં રૂબરૂ હાજરી ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું: PM