સુરતના પાંડેસરા વિસ્તારમાં વિવિંગ યુનિટ ચલાવતા બિપિન દોશીના ભાગીદારે વેપારમાં પૈસાની લેતી દેતીના વિવાદમાં બીપીન દોશીના પુત્ર યશની કરપીણ હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટનાને બર્બરતા પૂર્ણ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના વિશે જાણને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઇ હતી. બીપીનભાઇના બેચરભાઈ નામના ભાગીદારે નીતીનભાઇના પુત્રને યુનિટમાં બોલાવી પહેલા કટરથી હત્યા કરી નાખી અને ત્યારબાદ લાશ ઉપર એસિડ નાખી દીધું હતું અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે પોતે ફરાર તઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
સુરતમાં પૈસાની લેતીદેતી વિવાદમાં વેપારી પુત્રની ઘાતકી હત્યા - Gujarat
સુરત : પાંડેસરા વિસ્તારમાં વિવિંગ યુનિટ ચલાવતા વેપારીના પુત્રની દર્દનાક હત્યા કરાઇ હતી. વેપારીના પુત્રની પહેલા કટરથી હત્યા કરી તેની ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું. આ ઘટનાને અંજામ આપનાર બીજુ કોઈ નહિ વેપારમાં તેમના ભાગીદાર છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર છે જેની તપાસ સુરતની પાંડેસરા પોલીસે શરૂ કરી દીધી છે.
ફાઇલ ફોટો
પાંડેસરાના સિદ્ધાર્થ નગરના કેનાલ રોડ પર બિપિન ભાઈ અને બેચર ભાઈ ભાગીદારીમાં વિવિંગ યુનિટ ચલાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતીને લઇ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે બદલાની ભાવનાથી બિપિનના 23 વર્ષીય પુત્ર યશ દોષીની હત્યા કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલાની તપાસ પાંડેસરા પોલીસે શરૂ કરી છે જ્યારે હત્યારા યશની હત્યા કરી ફરાર થઈ ગયો છે.
Last Updated : Mar 29, 2019, 6:25 AM IST