ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક યુવાનની હત્યા - POLICE
સુરત : શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. બિલ્ડીંગનું કલરકામ કરતા 22 વર્ષીય અરવિંદ નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક યુવાન હત્યા
સુરતના પાંડેસરા પ્રભુ નગરમાં હત્યાની ઘટના બની છે. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાથમાં તીક્ષ્ણ ચપ્પુના ઊંડા નિશાન પણ મળી આવ્યા હતા. ભીખુ નામનો શખ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાની માહિતી મળી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
Last Updated : Jun 26, 2019, 12:02 PM IST