ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈ DRI દ્વારા સુરતમાં પેસ્ટીસાઈડ બનાવતી કંપનીના બે ભાગીદારોની કરાઈ ધરપકડ - Surat latest news

મુંબઈ DRI દ્વારા સુરતમાં પેસ્ટીસાઈડ બનાવતી કંપનીની (pesticide manufacturing company in Surat) તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ લોકોની ધરપકડ પણ કરી છે. આરોપ છે કે, ચીનથી ખૂબ ઊંચી કિંમતના ઇન્સેક્ટિસાઇડને મિસડિક્લેરેશન કરી ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. એટલું જ નહીં DRI તપાસમાં ન્હાવા શેવા, સુરત અને રતલામમાં સર્ચની કાર્યવાહીમાં 300 કરોડનું જંતુનાશક ઇમ્પોર્ટ કર્યો હોવાનું ખૂલ્યું છે. અલગ-અલગ કંપનીઓના નામે માલ મંગાવી સ્થાનિક બજારમાં વેચવામાં આવતો હતો..

મુંબઈ DRI દ્વારા સુરતમાં પેસ્ટીસાઈડ બનાવતી કંપનીના બે ભાગીદારોની કરાઈ ધરપકડ
મુંબઈ DRI દ્વારા સુરતમાં પેસ્ટીસાઈડ બનાવતી કંપનીના બે ભાગીદારોની કરાઈ ધરપકડ

By

Published : Dec 31, 2022, 6:58 PM IST

સુરત: મુંબઈDRIવિભાગની ટીમના અધિકારીઓએ સુરત ખાતે પીપોદરા ખાતે પેસ્ટિસાઇડ બનાવતી કંપની (pesticide manufacturing company in Surat) અને તેના ભાગીદારોના ઘરે તપાસ કરવામાં આવી હતી. વસોયા ઇન્ડસ્ટ્રી પ્રા.લિ. પર તપાસ શરૂ કરી હતી. ન્હાવાશેવા પોર્ટ અને રતલામ અને સુરતમાં તપાસ દરમિયાન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં કંપની દ્વારા 300 કરોડના 300 મેટ્રિક ટન ઇન્સેક્ટિસાઇડ ચીનથી આયાત કરવામાં આવ્યા હોવાની વિગતો DRI ટીમને મળી હતી. તે પૈકી સ્ટોકમાં હાજર જથ્થો ડીઆરઆઇએ જપ્ત કરી લીધો હતો. કંપનીના ભાગીદાર સુરેશ વસોયાના વરાછા સ્થિત ઘરે તપાસ કરતા 70 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

બંને ભાગીદારે પેસ્ટિસાઇડની કિંમત ઓછી દર્શાવી: કંપની પાસે ઇમ્પોર્ટ માટેનું લાયસન્સ પણ નહીં હોવાની આશંકા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જે હાઇવેલ્યુના ઇન્સેક્ટિસાઇડ આ લોકો આયાત કરી રહ્યા હતા તેના પર 40 ટકા કરતાં વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી છે. જ્યારે આ લોકો પોલિમર જણાવીને ડ્યૂટી ચોરી કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં આશરે 80 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી હોવાનું જણાય છે. ઇમ્પોર્ટ કરાયેલો માલ સ્થાનિક માર્કેટમાં વેચી આંગણિયા પેઢીઓના માધ્યમથી પેમેન્ટની હેરફેર કરવામાં આવતી હતી. DRIની (Directorate of Revenue Intelligence) તપાસ દરમિયાન ચીનથી ખૂબ ઊંચી કિંમતની ઇન્સેક્ટિસાઇને મિસડિક્લેરેશન કરી ઇમ્પોર્ટ કરવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. કંપનીના બંને ભાગીદાર પેસ્ટિસાઇડની કિંમત ઓછી દર્શાવીને સ્મગલિંગ કરવામાં કરતા હતા જેના આધારે બંનેની ધરપકડ ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી છે.

મુંબઇ લઇ જવામાં આવ્યા:DRIની તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા પાયે ગોબાચારી અને મોટી રકમની ડ્યૂટીચોરીની કરી છે અને કંપનીના બે ભાગીદાર સુરેશ વસોયા અને રાજેશ વસોયાની ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે બંનેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી બંનેને મુંબઇ લઇ જવાયા છે.

ABOUT THE AUTHOR

...view details