ગુજરાત

gujarat

ETV Bharat / state

ફી વધારા સામે ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી 5000થી વધુ વાલીઓ જોડાયા - Online Form

સુરત: ફી વધારાને લઈને સૌથી મોટું આંદોલન સુરતમાં શરુ થયું છે. આ આંદોલનમાં મોટી સંખ્યામાં ગુજરાતભર માંથી અન્ય વાલીઓ જોડાય એવા માટે સુરત વાલી મંડળ દ્વારા ઓનલાઇન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા અને ફી અંગેની તમામ જાણકારી એકઠી કરવામાં આવશે. હાલ સુધીમાં 5 હજારથી વધુ વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરીને આંદોલનમાં જોડાયા છે.

Surat

By

Published : Jul 3, 2019, 9:18 AM IST

ફી નિયમન કાયદા બાદ શાળાની ફી અંગે મનમાની રોકવા માટે FRC કમિટીની રચના કરવામાં આવી હતી. FRC દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ફી બાદ પણ શાળાઓ મનમાની કરી મસમોટી ફી વાલીઓ પાસેથી ઉઘરાવી રહ્યા છે. જેથી વાલીઓમાં ભારે રોષ છે. આ મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં છે. સુરતથી વાલીઓએ આંદોલન પણ શરૂ કરી દીધું છે.

આ આંદોલનને વ્યાપક રૂપ આપવા અને ગુજરાત ભરમાંથી વાલીઓ જોડાય એવા માટે ઓનલાઈન ફોર્મ કાઢવામાં આવ્યું છે. આ ફોર્મમાં શાળા સહિત, ફી, વિદ્યાર્થીઓની આખી જાણકારી હશે. સ્પષ્ટ લખવામાં આવશે કે, તેઓએ શાળા દ્વારા નિર્ધારિત મોટી ફી આપવા તૈયાર નથી. સુરતમાં ફી ઘટાડાને નિષ્ફળ રહેલા FRC કમિટી સામે વાલીઓ રોષે ભરાયા છે. શિક્ષણના વેપારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે વાલીઓએ હાંકલ કરી છે. હાલ આ આંદોલન ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી ગુજરાતના 5000થી વધુ વાલીઓ જોડાઈ ગયા છે.

ફી વધારા સામે ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી 5000થી વધુ વાલીઓ જોડાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details