સુરત:સુરત શહેરના ઉધના વિસ્તારમાં (udhna area of surat city) ગુરુવારે 12 વાગ્યેની આસપાસ ભરપૂર ઝડપે આવી રહેલી આઇસર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા માતા અને બે બાળકોને અડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું (died in road accident) હતું. જેને લઇને સ્થાનિકોનું તોળે ટોળું ભેગું થઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક માતા અને બંને બાળકોને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રત મહિલા અને બંને બાળકોને નવી સિવિલ હોસ્પિટલ (civil hospital of surat) ખાતે લઈ આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો (udhna police) કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો.
રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બની ઘટના:નવી સિવિલ હોસ્પિટલમાં થોડી જ વાર પહેલા 108 એમ્બ્યુલન્સમાં એક મહિલા અને સ્કૂલના ડ્રેસમાં બે બાળકો હતા. આ ઘટના બી.આર.પી.એસ પાસે બની છે. તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે એક આઇસર ટેમ્પો ચાલકે આ ત્રણ લોકો જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અડફેટે લીધા હતા.