અડાજણ પાલ આરટીઓ સામે આવેલા મારવેલા હબમાં આશરે 430થી પણ વધુ કોર્પોરેટ સેક્ટર, દુકાન, ઓફીસ સહિત શો રૂમ આવેલા છે. આ તમામને ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. એક વાર નહીં પરંતુ બે-બે વખત નોટિસ પાઠવ્યા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં સંચાલકો દ્વારા આળસ કરવામાં આવી હતી.
ડાયમંડ સીટીમાં ફાયર વિભાગનો સપાટો, 430થી વધુ દુકાનો સીલ - notice
સુરત: તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બાદ પણ લોકો ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા રાખનારા લોકો સામે સુરત ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર વિભાગ દ્વારા શહેરના અડાજણ પાલ આરટીઓ સામે આવેલા મારવેલા હબને સંપૂર્ણપણે સીલ કરી દીધું છે.
સુરત ફાયર વિભાગે કરી લાલ આંખ, 430થી વધુ દુકાનો, ઓફિસો શીલ
ફાયર વિભાગ દ્વારા મારવેલા હબમાં આવેલી 430થી વધુ દુકાનો, ઓફિસોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે ત્યાં સુધી સીલ ખોલવાની પણ મનાઈ ફરમાવવાંમાં આવી છે. જો કોઈ પણ દુકાન સંચાલક દ્વારા સીલ ખોલવાનો પ્રયાસ કરાશે તો ફાયર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.