સુરતઃ જિલ્લા સહિત બારડોલી તાલુકામાં શુક્રવારે (Rain In Gujarat )બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ (Monsoon Gujarat 2022)ગયા હતા. અનેક રસ્તાઓ પર કેડસમા (Heavy rain in Bardoli )પાણી ભરાય જતાં રસ્તા પર વાહન વ્યવહારને અસર થઈ હતી. બપોરે બે કલાકમાં બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ થયો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી -હવામાન વિભાગ દ્વારા 8થી 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડી રહી હોય તેવું આજના વરસાદ પરથી લાગી રહ્યું છે. બારડોલીમાં બપોર બાદથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાથી જનજીવનને અસર થઈ હતી. સમરીયા મોરા વિસ્તારમાં આશાપૂરા માતા મંદિર અને ખાઉધર ગલી તરફ પાણી ભરાય જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધામડોદ ગામની સીમમાંથી પસાર થતો બારડોલી કડોદ રાજ્ય ધોરીમાર્ગ પર પણ ઠેર ઠેર પાણી ભરાય જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃઅચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર