ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 15 લાખના 108 મોબાઇલની ચોરી, ઘટના CCTVમા કેદ - hajira

સુરત: જિલ્લામાં હજીરા નજીક પાટિયા વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ વિસ્તારની મોબાઇલની દુકાનને નિશાન બનાવી હતી અને ચોરી કરી હતી, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

સુરતમાં 15 લાખના 108 મોબાઇલની ચોરી, ઘટના CCTVમા કેદ

By

Published : Jun 29, 2019, 2:07 PM IST

શહેરમાં અનેક ચોરીના બનાવો બને છે ત્યારે હજીરા નજીક કવાસ પાટિયા વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઇલની દુકાનને નિશાન બનાવી હતી અને રુપિયા 15 લાખના 108 જેટલા મોંધા દાટ મોબાઇલની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. જેને પગલે ઇચ્છપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તસ્કરોએ વધુ એક શો રૂમને પણ ટાર્ગેટ બનાવ્યો હતો. પરંતુ, સ્થાનિકો આવી જતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. શહેરમાં રોજ બરોજ ચોરીની ઘટના બને છે જેને લઇને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

સુરતમાં 15 લાખના 108 મોબાઇલની ચોરી, ઘટના CCTVમા કેદ

ABOUT THE AUTHOR

...view details