જિલ્લામાં ગઇકાલે જે કરૂણાંતીકા બની હતી તેમાં મિત સંઘાણી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા દિલીપ સંધાણી કાપડની દુકાન ચલાવે છે. આ ઘટનામાં એકના એક દીકરાનું કરુણ મોત થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવાર શોકમાં છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા મિત સંઘાણીને ભવિષ્યમાં સિવિલ ઇન્જીનીયર બનવાની ઈચ્છા હતી અને આજે 12 કોમર્સનું પરિણામ જાહેર થયું હતું. જેમા મિત 96℅ સાથે ઉત્તીર્ણ થયો પણ અફસોસ તે પોતાનું રિઝલ્ટ જોવા પણ રહ્યો નહી.
અગ્નિકાંડ: 12 કોમર્સમાં 96 ટકા લાવનાર મિતને અશ્રુભિની શ્રદ્ધાંજલી
સુરત: ગઈકાલે સરથાણા ટ્યૂશન કલાસીસમાં આગની ઘટના બની હતી. જેમાં 20 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી જે તેના માતા પિતાનો એકનો એક પુત્ર મિત સંઘાણી હતો, જેનું પણ તેમાં કરુણ મોત થયુ હતું. અને તેમાં હ્રદય દ્રાવક વાત તો એ છે કે આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયુ હતુ અને તેમા મિત સંઘાણી 96℅ સાથે ઉતીર્ણ થયો હતો.
12 કોમર્સમાં 96 ટકા લઇ આવેલ મિત જિંદગીથી હારી ગયો
જે સમયે ટ્યૂશનમાં આગ લાગી હતી તે સમયે મિતે તેના પિતાને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે કલાસ રૂમનો દરવાજો બંધ છે ખુલે તેમ નથી. આમ, છેલ્લી પુત્ર સાથે બે વાર વાત થઈ હતી.
Last Updated : May 25, 2019, 2:13 PM IST