સુરત: કાપડ માર્કેટમાં માર્ચથી જૂન દરમિયાન લગ્નની સિઝન વેપારીઓ માટે વેપારીક સમયગાળો હોય છે. આ મહિનામાં વેપારીઓ 50 ટકા જેટલો વ્યવસાય કરતા હોય છે.ટેન્ટ શમિયાનાના કાપડ બનાવનાર વ્યવસાયિકો કે જેનો આ સિઝનમાં ધંધાનો 70 ટકા જેટલો વધારો હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. સાથે લગ્નની સિઝનમાં 50થી વધુ લોકો સામેલ ન થાય તેની ગાઈડલાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ જ કારણ છે કે સુરતના ટેન્ટ વેપારીઓ વેપાર કરી શક્યા નથી અને આજે કરોડો રૂપિયાનો માલ તેમના માર્કેટમાં પડયા છે.
ટેન્ટ-શમિયા ઉદ્યોગને 300 કરોડનું નુકશાન : કરોડો રૂપિયાનો માલ તેમના ગોડાઉનમાં પડ્યો છે - સ્પેશિયલ સ્ટોરી
સુરત માંથી દેશમાં સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ ઉપરાંત ટેન્ટ-શામિયાના કાપડનો વેપાર થાય છે. ટેન્ટ-શમિયાનાનું વાર્ષિક ટર્નઓવર બે હજાર કરોડનું છે. પરંતુ કોરોના કાળમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને અત્યાર સુધીમાં 300 કરોડનું નુકસાન થયું છે.કરોડો રૂપિયાનો માલ માર્કેટમાં પડયો છે. અને વેપારીઓનું પેમેન્ટ અટવાયું છે. દેશભરમાં આખા વર્ષ દરમિયાન તંબુ-છત્રનો ઉપયોગ લગ્ન જેવા શુભ કાર્યોમાં વધુ થાય છે.પરંતુ આ વર્ષે વેપારીઓને માત્ર નિરાશા હાથ લાગી છે.
ટેન્ટ-શમિયા ઉદ્યોગને 300 કરોડનું નુકશાન : કરોડો રૂપિયાનો માલ તેમના ગોડાઉનમાં પડ્યો છે
વેપારી મનીષભાઈએ જણાવ્યું હતું કે કેટલાક વેપારીઓ આ ધંધો છોડી બીજા વ્યવસાય સાથે જોડાઈ ગયા છે સરકારને આ અંગે વિચારવું જોઈએ.
Last Updated : Sep 18, 2020, 5:44 PM IST