સુરત: સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસેશહેરની પાંચ મુખ્ય રથયાત્રાઓ અલગ-અલગ સ્થળોએથી (Rath Yatra 2022)યોજવામાં આવે છે. જેમાં પાંચ પૈકીની મુખ્ય અને સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિરની ( Jagannath Rath Yatra 2022)હોય છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની આ યાત્રામાં જોડાઈ છે. સુરત રેલવે સ્ટેશનથી આ યાત્રા નીકળે છે અને જહાંગીરપુરા ખાતે આવેલાઈસ્કોન મંદિર પર પૂર્ણ થાય છે. જો કે કોરોનાકાળમાં બે વર્ષ સુધી આ યાત્રા કઢાઈ નહોતી મંદિર પરિસરમાં (ISKCON Surat)સાદગીપૂર્ણ રીતે કઢાઈ હતી. જોકે બે વર્ષથી રાહ જોતા ભક્તો માટે આ વર્ષે આનંદો છે કારણ કે આ વર્ષે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે રથયાત્રા નીકળશે.
આ પણ વાંચોઃદબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?
ભક્તો કોઈપણ કચાશ રાખવા માંગતા નથી -રથયાત્રા કાઢવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો કોઈપણ કચાશ રાખવા માંગતા નથી. ભગવાનના વાઘા વૃંદાવનથી સુરત આવી ચુક્યા છે. જેને વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોને ભેગા થઈને તૈયાર કર્યા છે. છેલ્લા 25 વર્ષથી પેઢી દર પેઢી કારીગરો આ વાઘા તૈયાર કરે છે. એટલું જ નહીં તેમના તૈયાર કરાયેલા વાઘાને લઈને અન્ય દેશોથી પણ તેમને વાઘાના ઓર્ડર આવે છે. ક્રીમ કલરનો આ વાઘા આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં મોર ડિઝાઇન બનાવવામાં આવ્યું છે ગુલાબી નારંગી અને લીલા રંગના ફૂલ આકર્ષિત લાગી રહ્યા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં આ વર્ષે ભક્તો માટે યોજાશે રથયાત્રાઃ કમિશ્નર સહિત અધિકારીઓએ કર્યુ નિરિક્ષણ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ
15 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા -ઈસ્કોન મંદિર સુરતના પ્રમુખ વૃંદાવન પ્રભુજીએ કહ્યું કે,સવા મહિનામાં 15 કારીગરોએ વાઘા પર ઝીણવટભર્યું હેન્ડ વર્ક કરી તૈયાર કર્યા છે. સાથે જ જરદોશી વર્ક, ચાંદીના વરખ અને વિવિધ સ્ટોન લગાવીને વાઘાને આકર્ષક ઓપ અપાયો છે. રેશમ અને વિસકોસના કાપડથી તૈયાર કરાયેલા એક વાઘાની કિંમત સવા બે લાખથી પણ વધુ છે.