ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નદીનું દૂષિત પાણી છોડાતા મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી - વિરોધકર્તા

સુરતમાં આવેલી મઢી સુગર ફેક્ટરી દ્વારા નદીમાં છોડવામાં આવતા દૂષિત પાણી અંગે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. હતો. ગ્રામજનોએ ફેક્ટરીના મુખ્ય દરવાજા પર તાળુ મારી મંગળવારે તાળાબંધી કરી હતી. જો કે, તાળાબંધી કરનારા 16 લોકોને પોલીસે ડિટેઈન કર્યા હતા.

સુરતમાં નદીનું છોડાતા દૂષિત પાણીના કારણે મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી
સુરતમાં નદીનું છોડાતા દૂષિત પાણીના કારણે મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી

By

Published : Feb 4, 2021, 5:09 PM IST

  • બારડોલીમાં મઢી સુગર ફેક્ટરીમાં ગ્રામજનોએ તાળાબંધી કરી
  • બારડોલી પોલીસે વિરોધ કરનારા 16 આગેવાનોને ડિટેઈન કર્યા
  • ગ્રામજનો દ્વારા 48 કલાકનું આપવામાં આવ્યું હતું અલ્ટિમેટમ
  • અલ્ટિમેટમ છતા પાણી છોડવાનું બંધ નહીં થતાં તાળાબંધી
    સુરતમાં નદીનું છોડાતા દૂષિત પાણીના કારણે મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી

બારડોલીઃ બારડોલી તાલુકાના મઢી અને સુરાલીના ગામના 30થી 40 લોકો દ્વારા મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી કરવામાં આવી હતી. સુગર ફેક્ટરી દ્વારા ગુણવંતી નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 48 કલાકમાં પાણી છોડવાનું બંધ ન કરાય તો તાળાબંધી કરવાની ચીમકી અપાય હતી. જેના આધારે આજે મઢી અને આજુબાજુના ગામના લોકોએ એકત્રિત થઈ તાળાબંધી કરી હતી.

નદીમાં પાણી છોડવાને કારણે હમેશા વિવાદોમાં રહી છે મઢી સુગર ફેક્ટરી

બારડોલીની મઢી સુગર ફેક્ટરી નદીમાં દૂષિત પાણી છોડવાને કારણે હંમેશા વિવાદોમાં રહી છે. મઢી સુગર ફેક્ટરી દ્વારા વારંવાર દૂષિત પાણી ગુણવંતી નદીમાં છોડવામાં આવતું હોવાના કારણે ગ્રામજનો ત્રસ્ત જોવા મળ્યા હતા. કારણ કે, આ પાણી બાદમાં મીંઢોળા નદી પહોંચે છે. નદીમાં આ દૂષિત પાણીને કારણે અનેક જળચર જીવજંતુઓ અને માછલાંના મોત થતા આવ્યા છે.

અગાઉ સુગર ફેક્ટરી સામે GPCB દ્વારા કાર્યવાહી પણ કરાતી હતી

એક વર્ષ અગાઉ નદીમાં છોડાયેલા દૂષિત પાણી અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ પાઠવી હતી. જીપીસીબીએ આ અંગે ફેક્ટરીને દંડ પણ ફટકાર્યો હતો. છતાં સુગર ફેક્ટરીના અધિકારીઓ અને શાસકો સુધારવાનું નામ ન લેતા પાણી છોડવાનું ચાલુ રાખ્યું હતું. આથી મઢી, સુરાલી, માણેકપોર સહિત આજુબાજુના ગામના કેટલાક લોકોએ ભેગા થઈ નદીમાં દૂષિત પાણી ન છોડવા અંગે રજૂઆત કરી હતી.

48 કલાકનું અલ્ટિમેટમ છતાં પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું

48 કલાકમાં પાણી છોડવાનું બંધ કરવામાં ન આવે તો સુગર ફેક્ટરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ચીમકી બાદ ત્રણ દિવસ બાદ પણ સુગર ફેક્ટરી દ્વારા દૂષિત પાણી છોડવાનું બંધ ન કરાતા ગામના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને મંગળવારે સવારે 11.30થી 12 વાગ્યા સુધી સુગર ફેક્ટરીનો મુખ્ય દરવાજાને તાળાબંધી કરી દેવાઈ હતી.

વિરોધકર્તા 16 લોકોને પોલીસે ડિટેઈન કર્યા

આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસે વિરોધ કરી રહેલા મઢી સુરાલી ગામના આગેવાન સ્નેહલ શાહ, કાટી ફળિયાના મીના ચૌધરી, માણેકપોરના ચિંતન ચાવડા સહિત 16 લોકોને ડિટેઈન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details