સુરતઃ સુરતના યુવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા આ " NGO" નામની વેબસાઈટમાં શહેરની અન્ય 25 જેટલી એનજીઓ સંસ્થાને જોડવામાં આવી છે. જેની પાછળનુ કારણ સમયનો થતો ખોટો વ્યય અને જરૂરિયાતમંદ લોકો સહાયથી વંચિત રહે છે તેમને મદદ કરવાનો છે.
સુરતના યુવા ટ્રસ્ટ દ્વારા "એનજીઓ" નામની વેબસાઈટ જરૂરિયાતમંદોને કરશે મદદ - lockdown updates
લોકડાઉન દરમિયાન શહેરની સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ ગરીબ અને શ્રમજીવી પરિવારોને ભોજન અને અનાજ કીટની સહાય પહોંચાડી રહી છે. કેટલાક સ્થળોએ એકસાથે એક જ જગ્યાએ આવી સંસ્થાઓ સહાય પહોંચાડી રહી છે. જેથી સુરતના યુવા ટ્રસ્ટ દ્વારા એક "એનજીઓ" નામની વેબસાઈટ બનાવવામાં આવી છે. જે વેબસાઈટમાં શહેરની 25 જેટલી એનજીઓ જોડાઈ છે.
lockdown-helps-the-needy-through-a-surat-youth-trust-website-called-ngo
"NGO" વેબસાઈટના માધ્યમથી જોડવામાં આવેલી અલગ અલગ એનજીઓને પોતાના વિસ્તારમાં ક્યા ક્યા સ્થળોએ જરૂરિયાત મુજબ સહાય પહોંચાડવાની છે તેની માહિતી આપવામાં આવી રહી છે. જ્યાં શહેરની અન્ય એનજીઓને પણ આ વેબસાઈટ સાથે જોડાવવા માટે ટ્રસ્ટના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ "NGO"નું રજીસ્ટર જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું છે.