સુરત: ગુજરાતની સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેની વાર્ષિક ફી 3 લાખથી લઈને 18 લાખ સુધીની છે. આ ઉપરાંત ગુજરાતની તમામ મેડિકલ કોલેજો તારીખ 23મી માર્ચ 2020 થી બંધ છે. લોકડાઉન થયાના થોડા સમય પહેલાં જ તેઓનું નવું સત્ર શરૂ થયું અને સૌ વિદ્યાર્થીઓએ તેની સંપૂર્ણ ફી પણ ભરી હતી. જેનો તેમને કોઈપણ પ્રકારે લાભ થયા નથી તથા ગુજરાતમાં અને ભારતમાં લોકડાઉન હોવાથી અને કોરોના મહામારીમાં રાખવી પડતી સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસાયોને નુકસાન પહોંચ્યું છે અને આથી લગભગ ગુજરાતના તમામ વાલીઓ આર્થિક સંકડામણમાં છે.
મેડિકલ કોલેજની ફીમાં રાહત આપવા બાબતે IMA દ્વારા સીએમ વિજય રૂપાણીને પત્ર - સુરત મેડિકલ કોલેજ
લોકડાઉનની આર્થિક અસરોને પહોંચી મેડિકલ કોલેજની ફીમાં રાહત આપવા બાબતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA) દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે.
મેડિકલ કોલેજની ફીમાં રાહત આપવા બાબતે IMA દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર
અમુક કોલેજો દ્વારા ફી ભરવામાં આવે તો પરીક્ષામાંથી બાકાત રાખવાનું કહેવામાં આવે છે. સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજની આપતી શાળાઓ જેટલી મામૂલી પણ નથી કે, આવી કોરોના મહામારીમાં કે જેમાં તમામ લોકોને આર્થિક માર પડયો છે. તેમાં ભરી શકાય તથા મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલમાં ભણતર કરતા આવતા સત્રની ફી કઈ રીતે કરશો તેની સમસ્યામાં છે. હવે જ્યારે વાત આવતા સત્રની ફી ભરવાની છે, ત્યારે આર્થિક મારીને પહોંચી વળવા વિદ્યાર્થી અને વાલી સંકળામણ અનુભવી રહ્યા છે.