સુરત : સુરતની લેબમાં બનાવવામાં આવેલા હાર્ટ શેપ ડાયમંડ અમેરિકામાં આ વખતે વેલેન્ટાઈન ડેની ઉજવણી ખાસ બનાવી છે. પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતો વેલેન્ટાઈન ડે ને સુરતમાં હીરા ઉદ્યોગમાં આ દિવસને ધ્યાનમાં રાખી હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ એક મહિના પહેલાથી જ મળી ગઈ હતી. હાર્ટ શેપ ડાયમંડની ડિમાન્ડ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે છે. સુરતના જ્વેલર્સ ખાસ કરીને હાર્ટ શેપના ડાયમંડ માટે અમેરિકાથી મળેલા ઓર્ડરને પૂરા કરવા માટે ઓવરટાઈમ કામ કરી રહ્યા છે.
આ વખતે લેબમાં તૈયાર હાર્ટ શેપ ડાયમંડનો સીધો પ્રેમ સાથે કનેક્શન છે. વેલેન્ટાઈન ડે પર આ વખતે હાર્ટશેપ ડાયમંડની ડિમાન્ડ સૌથી વધારે છે. રિયલ ડાયમંડ અને ડાયમંડમાં માત્ર એટલો જ ફેર છે કે રીયલ ડાયમંડ ખાણમાંથી મળે છે અને લેબગ્રોન ડાયમંડ લેબમાં તૈયાર કરવામાં આવે છે.
લેબગ્રોન ડાયમંડ રીયલ ડાયમંડ કરતા સસ્તુ હોય છે અને આને ગ્રીન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને રીસેલ વેલ્યુ ધરાવે છે. આ વખતે વેલેન્ટાઈન ડે માટે કેટલીક સ્પેશિયલ પ્રોડક્ટ બનાવી છે. કુદરતી કાચા હીરા ખરીદવા માટે આશરે 6.4 લાખથી 8.25 લાખ ખર્ચ થાય છે.
પર્ફેક્ટ હાર્ટ શેપના આકારમાં ડાયમંડને કોતરવા માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે સામાન્ય રાઉન્ડ શેપના ડાયમંડ કરતા હાર્ટશેપ આપવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે.આ વર્ષે 350 કેરેટના હીરાનો ઓર્ડર એડવાન્સ મળ્યો છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કારીગર પાસે આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યા છે.