- L એન્ડ Tએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં
- એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં
- તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપાયા
સુરત : દક્ષિણ ગુજરાતમાં તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસરૂપે L એન્ડ Tએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં છે. વેન્ટિલેટર સપોર્ટની જરૂર ધરાવતા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારાને જોતાં L એન્ડ Tએ દક્ષિણ ગુજરાતમાં સ્મિમેર, સિવિલ અને અન્ય કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં છે. આ જરૂરી તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો -સુરતમાં કોરોનાના સંક્રમણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરાયો
એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં
તબીબી માળખા અને ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવા માટે એમ થેન્નારસને L એન્ડ Tને કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડવા વિનંતી કરી હતી. ગુજરાતમાં કોવિડ-19ની વિનાશક બીજી લહેર સામેની લડાઇમાં મદદરૂપ બનવા પોતાની પરોપકારી સેવાના ભાગરૂપે L એન્ડ T મેનેજમેન્ટે ABIPAP સાથે સ્ટેન્ડ અને એસેસરિઝ સહિતના એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં છે.