સુરત :નટવર નગરમાં સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) અધિકારીઓ દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેનો સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા ભારતીય જનતા પાર્ટીના વરાછાના ઉમેદવાર કુમાર કાનાણી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમણે સૂચના આપી કે, ડીમોલેશનની કામગીરી હાથ ધરવા પહેલા સ્થાનિકોને નોટિસ આપવામાં આવે અને સ્થાનિકોને ગેરવ્યાજબી રીતે જેવી હેરાન કરવામાં ન આવે. કુમાર કાનાણીએ અધિકારીઓ પાસે સમય માગતાં ડિમોલેશન અટકાવી દેવામાં આવ્યું હતું. (Kumar Kanani Demolition operations)
શું હતો સમગ્ર મામલો નટવર નગર સોસાયટીના આગળના ભાગમાં ગેરકાયદેસર બાંધકામ વાત સામે આવી હતી. જેને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા નજીકની કોમર્શિયલ અને રેસિડેન્સીયલ કેટલીક મિલકતો અડચણરૂપ હતી. અધિકારીઓને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદના આધારે અધિકારીઓ ડીમોલેશન કરવા માટે પહોંચી ગયા હતા. પરંતુ સ્થાનિકોએ આ અંગે ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીને જાણ કરી હતી. (Surat Municipal Demolition)