વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર એટલે સુરત. આ શહેરે અન્ય રાજ્યોના લોકો જ નહીં પણ વિશ્વમાં રહેતા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. એ ભલે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે ડાયમંડ ઉદ્યોગ પોતાના આ ઉદ્યોગોને કારણે આજે સુરતને લોકો ગુજરાતની આર્થિક પાટનગર તરીકે પણ ઓળખે છે. બંને ઉદ્યોગની વાત કરીએ તો ભલે તેજી હોય કે મંદી આ બન્ને ઉદ્યોગના લોકોએ હંમેશાથી ભાજપ તરફી મતદાન કર્યું છે. આજ કારણ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી અહીં લોકસભા બેઠકમાં ભાજપનો દબદબો રહ્યો છે. ખુશમિજાજી સુરતીઓ છેલ્લા 30 વર્ષથી ભાજપના ઉમેદવારને ચૂંટીને સંસદમાં મોકલે છે. છેલ્લી બે ટર્મથી ભાજપની ઉમેદવાર દર્શના જારદોશને જીતાડતા આવ્યા છે. તેમને ત્રીજી વાર ભાજપે રિપીટ કર્યા છે. ભાજપે આ વખતે ફરીથી દર્શના જરદોશ ઉપર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.
છેલ્લી ટર્મથી ભાજપ તરફથી વિજય બનેલા દર્શના જરદોષ મૂળ સુરતી છે. સંગઠનથી લઈ કોર્પોરેટર સુધીની સફર કરનાર દર્શના જરદોશને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પાંચ લાખની લીડ મેળવી હતી. ભાજપ માટે સૌથી સેફ સીટ ગણાતી સુરતમાં કોંગ્રેસ તરફથી અશોક આધેવાડને ટિકિટ આપવામાં આવી અને પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરાને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળભૂત રીતે કોંગ્રેસી છે, અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે પણ ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે.