ગુજરાત

gujarat

ETV Bharat / state

પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રાનું સુરત જિલ્લામાં કરાયું સ્વાગત - Central Government

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ મહારાષ્ટ્ર અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા મહારાષ્ટ્રમાં પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રા શુક્રવારના રોજ સુરત જિલ્લાના પલસાણા ખાતે પહોંચી હતી. જ્યાં ખેડૂત સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ખેડૂત સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માગ સાથે આ યાત્રા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હી પહોંચશે.

પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રાનું સુરત જિલ્લામાં કરાયું સ્વાગત પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રાનું સુરત જિલ્લામાં કરાયું સ્વાગત
પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રાનું સુરત જિલ્લામાં કરાયું સ્વાગત

By

Published : Jan 17, 2021, 5:29 PM IST

  • સંયુક્ત કિસાન મોરચા દ્વારા મહારાષ્ટ્રમાં પુનાથી નીકળી કિસાન જ્યોત યાત્રા
  • યાત્રા 26મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે
  • મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્લી જશે

સુરત: અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ મહારાષ્ટ્ર અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા મહારાષ્ટ્રમાં પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રા શુક્રવારના રોજ સુરત જિલ્લાના પલસાણા ખાતે પહોંચી હતી. જ્યાં ખેડૂત સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માગ સાથે આ યાત્રા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હી પહોંચશે.

પુનાથી નીકળેલી કિસાન જ્યોત યાત્રાનું સુરત જિલ્લામાં કરાયું સ્વાગત

હાથમાં મશાલ લઈને નીકળ્યા છે પાંચ યુવાનો

યાત્રામાં 5 યુવાનો જોડાયા છે. જેમાં ચાર યુવાનો બાઇક પર સવાર થાય છે. જ્યારે એક યુવક હાથમાં મશાલ લઈને દોડી રહ્યો છે. વારાફરતી મશાલ હાથમાં લઈ પાંચેય યુવકો દોડતા દિલ્હી સુધી જઇ રહ્યા છે.

કળશમાં ગામે ગામની માટી એકત્રિત કરાય રહી છે

રાષ્ટ્ર ધ્વજની સાથે નીકળેલી આ યાત્રામાં એક કળશ પણ રાખવામાં આવ્યો છે. જેમાં ગામેગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે. આ માટી દિલ્હી ખાતે આવેલા રાજઘાટ પર અર્પણ કરવામાં આવશે.

ખેડૂતે કાયદાઓ પરત ખેંચવા જ પડશે

યાત્રાના સભ્ય યુવરાજે જણાવ્યું હતું કે, સરકારે તેનો ઘમંડ છોડીને ખેડૂતોના હિતમાં વિચાર કરવો પડશે અને ત્રણેય કાયદાઓ પરત ખેંચવા પડશે.

ખેડૂત સમાજ દ્વારા કરાયું યાત્રાનું સ્વાગત

આ યાત્રા સુરત જિલ્લાના પલસાણા ખાતે પહોંચી હતી. જ્યાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ અને સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

26મીએ પરેડમાં ભાગ લેશે

યાત્રા 26મી જાન્યુઆરી એટલે કે, પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે પહોંચશે. જ્યાં તેઓ ખેડૂતો દ્વારા યોજાનારી ટ્રેક્ટર પરેડમાં ભાગ લેશે. સ્થાનિકો દ્વારા જમવા સહિતની વ્યવસ્થા કરાઇ હતી. પુનાથી આવેલી આ યાત્રાના તમામ 5 સભ્યો માટે જમવા સહિતની વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. લોકોનો આવકાર જોઈ યાત્રાના સદસ્યોએ ખેડૂત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખે ગુજરાતમાં તમામ મદદની ખાતરી આપી

સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ગુજરાતમાં જ્યાં પણ તેમને મદદની જરૂર હશે, ત્યાં મદદ કરવાની ખાતરી આપી હતી. સાથે તેમણે આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે શુભકામના પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details