ગુજરાત

gujarat

ETV Bharat / state

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો - સુરત

સુરતઃ વ્યંઢળોની દાદાગીરીને ખુલ્લી પાડતો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રાજસ્થાની પરિવારમાં ઘરે પારણું બંધાયું હતું. બાળકને આશીર્વાદ આપવા ગયેલાં વ્યંઢળોએ 21 હજારની માગ કરી હતી. પરિવારે 7 હજાર રૂપિયા આપવા છતાં 21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવક પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ સાથે જ વ્યંઢળો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો

By

Published : Sep 6, 2019, 9:34 PM IST

લીંબાયત વિસ્તારમાં રહેતાં રાજસ્થાની પરિવારના યુવક પર વ્યંઢળોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ પરિવારમાં ત્રણ દિવસ પહેલાં જ નવજાત શિશુનો જન્મ થયો હતો. જેને આશીર્વાદ આપવા માટે વ્યંઢળોએ 21 હજારની માગ કરી હતી. ત્યારે પરિવારે તેમને 7 હજાર આપ્યાં હતાં,છતાં વધુ પૈસાની માગ કરતાં વ્યંઢળોએ યુવકને માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાથી યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

21 હજાર લેવાની જીદે ચઢેલાં વ્યંઢળોએ યુવકને માર માર્યો

આ ઘટના અંગેની જાણ લીંબાયત પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ત્રણેય વ્યંઢળોની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details