ગુજરાત

gujarat

Surat Monsoon 2023 : ધોધમાર વરસાદથી કીમ ગામ જળબંબાકાર, સુરત જિલ્લામાં મેઘમહેર

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 7:21 PM IST

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આજરોજ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતા પટેલ તેમના જ ગામની વર્ષો જૂની સમસ્યામાંથી લોકોને છુટકારો કરાવે એ જરૂરી બન્યું છે.

Surat Monsoon 2023
Surat Monsoon 2023

ધોધમાર વરસાદથી કીમ ગામ જળબંબાકાર

સુરત :હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે પણ આજરોજ બપોરે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કીમ ગામમાં રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ઘણા વાહનો રસ્તામાં જ બંધ થઈ ગયા હતા. જેને લઈને ટ્રાફિક પણ સર્જાયો હતો.

કીમ ગામ જળબંબાકાર : સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે હાલ કીમ ગામના અને ઓલપાડ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ નીતા પટેલ અંગત રસ દાખવી સ્થાનિકોને આ વર્ષો જૂની સમસ્યામાંથી છુટકારો અપાવે તે જરૂરી બન્યું છે.

છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆત કરીએ છતાં કોઈ સાંભળતું નથી. તંત્ર જલદી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એ જરૂરી છે. -- વિજયભાઈ (સ્થાનિક)

સાર્વત્રિક વરસાદ : સુરત જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 50.39 ઇંચ વરસાદની સાથે જ મૌસમનો 86 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ત્રણ તાલુકા બારડોલી, મહુવા અને પલસાણામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 71 ટકા વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં 86 ટકા વરસાદ : સુરત શહેર અને જિલ્લામાં ગત અઠવાડિયે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે મેઘરાજાએ બ્રેક લીધો હોય તેમ છ તાલુકામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. આ વરસાદની સાથે જ સુરત શહેર અને જિલ્લાના નવ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 50.39 ઇંચ અને 86 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 70.64 ટકા અને સૌથી ઓછો ઓલપાડ તાલુકામાં 24.16 ઇંચ નોંધાયો છે.

ત્રણ તાલુકા પર મેઘમહેર : જ્યારે આ વર્ષે ત્રણ તાલુકામાં મેઘરાજાની ભારે મહેર જોવા મળતા અત્યાર સુધીમાં બારડોલીમાં 68.72 ઇંચ અને 144.4 ટકા, મહુવા તાલુકામાં 66.36 ઇંચ અને 103.96 ટકા અને પલસાણામાં 65.68 ઇંચ અને 112.71 ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. આમ ત્રણ તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 40.4 ઇંચ અને 71.01 ટકા વરસાદ નોંધાયો છે. આમ મેઘરાજા મોડે મોડે પણ મુશળધાર વરસાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠયા છે.

  1. Ukai Dam Update : સુરતના ઉકાઈ ડેમના લેટેસ્ટ આંકડા, શું આવતા વર્ષ માટે પાણીનો પૂરતો જથ્થો મળશે ?
  2. Surat Monsoon 2023 : સુરતમાં મેઘમહેર, દોઢ મહિનાના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી

ABOUT THE AUTHOR

...view details