ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત શહેરમાં હત્યાની ઘટના સામે આવી, સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઇ હત્યા - Murder of a youth in Surat

સુરત ચોકબજાર વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા થઇ હતી. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. સામાન્ય બોલાચાલી બાદ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઇ હત્યા
સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઇ હત્યા

By

Published : Jan 9, 2021, 5:41 PM IST

  • સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી
  • સુરતમાં 24 વર્ષીય યુવકની હત્યા
  • સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

સુરતઃ ચોકબજાર વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા થઇ છે. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય બોલાચાલી બાદ યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ તપાસ હાથ ધરી હતી.

હત્યાની ઘટના

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. વેડરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. સંજયભાઇ રામદાસ કોષ્ટી પોતાના 24 વર્ષીય પુત્ર પરેશ અને પત્ની સાથે રહે છે. ગતરોજ બપોરે તેઓનો પુત્ર પરેશ પોતાના ઘર પાસે ઉભો હતો. તે વેળાએ તે વિસ્તારમાં જ રહેતો નવીન ઉર્ફે રાજેન્દ્રભાઇ સીધવન રીક્ષા લઈને આટા ફેરા મારતો હતો. જેથી પરેશે આરોપીને કેમ અહી આટા ફેર મારે છે ? અમારી સામે શું જુએ છે ? મને મારવાનો છે ? તેમ કહેતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા નવીને પરેશને ચપ્પુ વડે પગ અને છાતીના ભાગે ઘા ઝીક્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશનું મોત નીપજ્યું હતું.

સુરત શહેરમાં હત્યાની ઘટના સામે આવી, સામાન્ય બોલાચાલીમાં યુવકની કરાઇ હત્યા

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

હત્યાની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આરોપી નવીન સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ

સમગ્ર ઘટના ત્યા લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં નવીન ચપ્પુ ઘા ઝીક્યા બાદ સોસાયટીમાં આવી બબાલ કરતો નજરે ચડ્યો હતો. પોલીસે આ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details