હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખ કમલેશ તિવારીની હત્યા કરનાર સુરતના પાંચ આરોપીઓને કાયદાકીય મદદ માટે જમીયત ઉલેમાં એ હિન્દ સામે આવ્યુ છે. આરોપીઓ ગરીબ હોવાથી કાયદાકીય બચાવ માટે વકીલથી લઇ અન્ય પ્રક્રિયામાં જમીયત ઉલેમા એ હિન્દ મદદ કરશે. દેશમાં ઇસ્લામિક સ્કોલર્સની દેવબંધી સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરનાર જમીયત ઉલેમાં એ હિન્દ માટે કમલેશ તિવારીના હત્યારાઓની મદદ કરવા સામે આવી છે.
કમલેશ તિવારી હત્યા કેસઃ 'જમિયત ઉલેમા એ હિન્દ' આરોપીઓને વ્હારે આવ્યા - kamlesh tiwari murder case update
સુરત: હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખ કમલેશ તિવારીની હત્યા કરનાર પાંચ મુખ્ય આરોપી સુરતના છે. આ પાંચેય આરોપીને કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવા માટે હવે જમિયત ઉલેમા એ હિન્દ સામે આવ્યું છે. આ કેસમાં રશીદ, ફરીદ અશફાક, ફેજાન અને મોઇન શેખની ધરપકડ કરવામાં આવી છે.
સંસ્થા તરફથી જણાવવામાં આવ્યુ છે કે, આરોપીઓના પરિવાર તરફથી તેઓને મદદ કરવા અપીલ કરવામાં આવી હતી, ત્યારબાદ જમિયત ઉલેમા એ હિન્દએ મદદ માટે તેમના પ્રસ્તાવને માની આરોપીઓને કાયદાકીય પ્રક્રિયામાં તમામ પ્રકારની મદદ કરશે. જમિયત ઉલેમા એ હિન્દીના સભ્યો આરોપીના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમની સહમતી બાદ આરોપીઓને કોર્ટથી લઈ બધી કાયદાકીય પ્રક્રિયા માટે મદદનું આશ્વાસન આપ્યુ છે.
લખનઉ ખાતે હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. 2015માં તેમના વિવાદિત નિવેદનને ધ્યાનમાં રાખી સુરતમાં આ હત્યાનું કાવતરું રચવામાં આવ્યુ હતું. જેમાં દુબઇથી આવેલા રશીદ તેના ભાઈ ફરીદ , મોઇન શેખ, અસફાક અને ફેજાન સામેલ છે. આ તમામ આરોપીઓની ધરપકડ અમદાવાદ ATSએ કરી હતી. તેઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.