સુરત ક્રાઇમ બ્રાંચે જિલ્લાના UGVCL અને DGVCLના બે અધિકારીઓની પૂછપરછ કરી હતી. તેને વર્ષ 2018માં તક્ષશિલા આરકેડમાં ચેકીંગ દરમ્યાન ડેરી સંચાલકને 16000નો દંડ પણ ફટકાર્યો હતો.
સુરત અગ્નિકાંડ: ક્રાઈમ બ્રાંચે હાથ ધરી ઉલટ તપાસ, અગાઉ તપાસ કરાનારા અધિકારીઓ પર શંકાની સોય - UGVCL
સુરત: જિલ્લાની તક્ષશિલા આરકેડમાં થયેલી દુર્ઘટના બાદ યુજીસીએલના જુનિયર ઈજનેર રાજેન્દ્ર ચાવડા અને ડિજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિપુલ ઠાકોરની ક્રાઇમ બ્રાંચ દ્નારા પૂછપરછ કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા UGVCL અને DGVCLના બે અધિકારીઓની પૂછપરછ કરાઇ
અગાઉ પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી હતી, પણ અત્યારે હાલ થયેલી પૂછપરછમાં સવાલ ઊભો થયો છે કે, જે તે સમયે જો ડેરી સંચાલકને દંડ કર્યો તો અન્ય ક્ષતિઓને જે તે સમયે કેમ જોવામાં આવી નહીં. વર્ષ 2018માં કરેલા દંડ અંગે બંને અધિકારીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઇ હતી.
આ કર્મચારી હાલમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિપુલ ઠાકોર વાપી ખાતેના ડીવીઝનમાં ફરજ બજાવે છે.