સુરત:વિશ્વ યોગ દિવસ પર સુરત ખાતે એક સાથે દોઢ લાખથી પણ વધુ લોકો એ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ યોગ દિવસ પર સુરત ખાતે બનેલા વર્લ્ડ રેકોર્ડમાં માત્ર સુરતીઓ જ નહીં પરંતુ તેમાં વિદેશી નાગરિકો પણ હાજર રહ્યા હતા. અને આ ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા હતા. નેધરલેન્ડના બે નાગરિકો પણ યોગના અલગ અલગ આસનો કરી કરતા જોવા મળ્યા હતા. નેધરલેન્ડનાં બંને નાગરિકોએ જણાવ્યું હતું કે, યોગ થી ખૂબ જ પ્રભાવિત છે. યોગ માનસિક અને શારીરિક માટે ખૂબ જ જરૂરી છે.
અલગ અલગ આસન: સુરતના વાય જંકશનથી લઈ બ્રેડ લાઈનર સર્કલ સુધી 12 કિલોમીટરના આ વિસ્તારમાં લોકોએ રોડ પર બેસીને એક સાથે યોગ ના અલગ અલગ આસન કર્યા હતા. 1.45 લાખ થી પણ વધુ લોકોએ એકસાથે યોગ કરી રેકોર્ડ સર્જ્યો છે. વિશ્વ યોગ દિવસ પર યોગ કરવા માટે આશરે સવા બે લાખ લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કર્યું હતું. સ્કૂલ કોલેજ અને અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ પણ આ વિશ્વ યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમ પર હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના આ કાર્યક્રમ મુખ્પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સુરતીઓ જ નહીં પરંતુ વિદેશીઓ પણ યોગ દિવસ પર ઉત્સાહભેર ભાગ લીધો હતો.