ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Love Triangle-Murder : પાગલ પૂર્વ પ્રેમીએ કરી પ્રેમિકા સામે પ્રેમીની હત્યા, ચકચારી હત્યાનો મામલો - સ્મીમેર હોસ્પિટલ

શહેરના વરાછા વિસ્તારમાં લવ ટ્રાએંગલમાં એક યુવકની હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ પ્રેમીએ યુવતીના બીજા પ્રેમી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપી તેની પ્રેમિકાને બળજબરીથી લઈ નાસી છૂટ્યો હતો. સારવાર દરમિયાન પ્રેમી ચીરાગનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદના આધારે વરાછા પોલીસે આરોપી પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

Surat Love Triangle-Murder : પાગલ પૂર્વ પ્રેમીએ કરી પ્રેમિકા સામે પ્રેમીની હત્યા, ચકચારી હત્યાનો મામલો
Surat Love Triangle-Murder : પાગલ પૂર્વ પ્રેમીએ કરી પ્રેમિકા સામે પ્રેમીની હત્યા, ચકચારી હત્યાનો મામલો

By

Published : Jul 6, 2023, 4:15 PM IST

સુરત : શહેરના વરાછા વિસ્તારમાં લવ ટ્રાએંગલમાં એક યુવકની હત્યા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના બીજા પ્રેમી ઉપર જીવલેણ હુમલો કરી પ્રેમિકાને બળજબરીથી લઈને નાસી ગયો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમિકા સામે પ્રેમીની હત્યા : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલ પાટી ચાલ ઝૂંપડપટ્ટીમાં પી. નરસિંહ રહે છે અને કાપડ ઉદ્યોગમાં મજૂરી કામ કરતો હતો. તેને ખબર પડી કે તેની પૂર્વ પ્રેમિકા પૂજા 27 વર્ષીય ચિરાગ રાજપુત સાથે એક જ રૂમમાં છે. આરોપી પ્રેમી તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો. ત્યાં પહોંચી આરોપી નરસિંહે ચિરાગને કહ્યું હતું કે, તે આને શા માટે રાખી છે. ત્યારબાદ આવેશમાંં નરસિંહે પોતાની પૂર્વ પ્રેમિકા પૂજા સામે તેના બીજા પ્રેમી ચિરાગને ધારદાર ચપ્પુના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા.

અમને જાણ થઈ હતી કે, ચિરાગ નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સારવાર દરમિયાન ચિરાગનું મોત નીપજ્યું હતું. સ્થાનિકો યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, પૂજા નામની યુવતી તેની પૂર્વ પ્રેમિકા હતી અને તેના બીજા પ્રેમી સાથે વિવાદ સર્જાતા નરસિંહે ચિરાગની હત્યા કરી હતી. હુમલો કર્યા બાદ આરોપી પૂજાને લઈ નાસી ગયો છે. જેની શોધખોળ કરવામાં આવી રહી છે.-- PSO, વરાછા પોલીસ સ્ટેશન

પોલીસ તપાસ : ચિરાગ પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી નરસિંહ પૂજાને સાથે લઈને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા ચિરાગે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ચિરાગનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે ત્યાં પહોંચી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  1. Surat Crime : દર્શન કરવા જવાના બહાને જંગલમાં મિત્રની કરી હત્યા
  2. Grishma Vekariya Murder Case: ગ્રીષ્માની હત્યા કરનારા ફેનીલને જજે પૂછ્યું- ગુનો કબૂલ છે? આરોપીએ સ્પષ્ટ કહી દીધી 'ના'

ABOUT THE AUTHOR

...view details