- ધુલિયાથી અમદાવાદ જઈ રહી હતી બસ
- બસમાં સવાર હતા 40 જેટલા પ્રવાસીઓ
- સારવાર અર્થે બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી - પલસાણા વચ્ચે નાંદીડા ગામની સીમમાં શનિવારે વહેલી સવારે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવાતા લકઝરી બસ રેલિંગ તોડી ખાડીમાં પલટી મારી ગઈ હતી. જેમાં અંદાજીત 25 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે બસનો ડ્રાઇવર આ અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.
બસમાં સવાર 20 થી 25 પ્રવાસીઓને ઇજા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ખાનગી બસ મહારાષ્ટ્રના ધુલિયાથી અમદાવાદ જઇ રહી હતી. ત્યારે સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર મીંઢોળા નદીના બ્રીજ નજીક પલટી જતાં બસમાં સવાર 25 થી વધારે પ્રવાસીઓને સામાન્ય ઇજા પહોંચી છે. બારડોલી-પલસાણા હાઇવે પર બ્રિજ નજીક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બારડોલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.