ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Textile Market : મિલમાલિકોએ ફરી પ્રોસેસિંગ ચાર્જમાં કર્યો વધારો - Processing charges of dyeing mills

ટેક્સટાઇલ પ્રોસેસીંગ માટે આવતા ફેબ્રિકના (Surat Textile Market) પ્રોસેસિંગ ચાર્જમાં ગુજરાતની રૂપિયા એકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ટેક્સટાઇલ પ્રોસેસર્સ (Surat Textile Processing) એસોસિએશન પ્રેસિડેન્ટે જણાવ્યું કે, મિલો બંધ કરી શકાય નહીં. કેમ કે હજારો લેબરની રોજીરોટીનો સવાલ આવે તેમ છે.

Surat Textile Market : મિલ માલિકોએ ફરી પ્રોસેસિંગ ચાર્જમાં કર્યો વધારો
Surat Textile Market : મિલ માલિકોએ ફરી પ્રોસેસિંગ ચાર્જમાં કર્યો વધારો

By

Published : Mar 24, 2022, 12:57 PM IST

સુરત : સાઉથ ગુજરાતની ટેક્સટાઇલ પ્રોસેસર્સ (Surat Textile Market) એસોસિએશનની મળેલી બેઠકમાં ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ માટે આવતા ફેબ્રિકના પ્રોસેસિંગ ચાર્જમાં ગુજરાતની રૂપિયા એકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ટેકસટાઇલ પ્રોસેસિંગ ચાર્જ પેટે પ્રતિ મીટર રૂપિયા 10થી લઇને રૂપિયા 35 જેવી ક્વોલિટી તેવો ભાવ હાલ વસૂલ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ પ્રોસેસર્સ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

મિલ માલિકોએ ફરી પ્રોસેસિંગ ચાર્જમાં કર્યો વધારો

"હજારો લેબરની રોજીરોટીનો સવાલ" -સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, ટેકસટાઇલ પ્રોસેસિંગના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ (Textile Raw Material) તેમજ ભાવમાં છેલ્લા બે વર્ષમાં 110 ટકાનો જંગી વધારો થયો છે. હજુ પણ ભાવ સતત વધી રહ્યા છે. બીજી બાજુ કોલસાના ભાવમાં પણ વધારો થઈ રહ્યું છે. હાલમાં મોટાભાગના પ્રોસેસીંગ યુનિટ(Surat Textile Processing) નુકસાનીમાં કામ કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે મોટી નુકસાની માંથી બચવા માટે મિલો બંધ કરી શકાય નહીં. કેમ કે હજારો લેબરની રોજીરોટીનો સવાલ આવે તેમ છે.

આ પણ વાંચો :સુરતના કાપડ ઉદ્યોગને મંદીનો માર, 40 થી વધુ પ્રોસેસિંગ મીલ બંધ

પ્રોસેસિંગ ચાર્જમાં પ્રતિ મીટર એક રૂપિયાનો વધારો -તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવી સ્થિતિમાં લાંબો સમય યુનિટો ચલાવી શકાય તેમ નથી. આથી ના છૂટકે પ્રોસેસિંગ ઉદ્યોગને ટકાવી રાખવા માટે તમામ પ્રોસેસર્સની સંમતિથી પ્રોસેસિંગ (Processing Charges of dyeing Mills) ચાર્જમાં પ્રતિ મીટર એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો 1મી એપ્રિલ 2022 સુધી અમલી બનશે. અને મિલમાંથી ડીસ્પેચ થનારા માલ બિલમાં નવા રેટનો અમલ કરવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :GST hike on textile: સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 12 ટકા GST પરત લેવા સરકારને રજુઆત, નહિ તો ઉગ્ર આંદોલનની ચીમકી

ઓછા ભાવે કામ મેળવી લે છે -ઉલ્લેખનીય છે કે કેટલા ટેક્સટાઇલ મિલ માલિકો દ્વારા સાઉથ ગુજરાત ટેકટર પ્રોસેસર એસોસિએશનના સર્વાનુમતે નિર્ણય પછી પણ ભાવ વધારાનો અમલ કરતા નથી. અને ખાનગીમાં ઓછા દરે પ્રોસેસિંગ કામ કરી આપે છે. એવી પણ ફરિયાદ એસોસીએશનની મિટિંગમાં થઈ હતી. મોટાભાગના મિલમાલિક ભાવ વધારાનો અમલ કરવા તૈયાર હોય છે. પરંતુ કેટલાક મિલમાલિક આ પરિસ્થિતિમાં વેપારીઓને આકર્ષવા માટે ભાવ વધારો કર્યા વગર ઓછા ભાવે કામ મેળવી લે છે. આવા મિલ માલિકોને તેમની મિલ પર જઈને ભાવ વધારાનું સારા જ વિલીન કરવા માટે સમજાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details