ગુજરાત

gujarat

ETV Bharat / state

Income tax raids in Surat:સુરત શહેરમાં બિલ્ડરો અને જ્વેલર્સો પર દરોડા - Surat Income Tax Department

સુરતમાં વહેલી સવારે ઇન્કમટેક્સના અધિકારીઓ શહેરના બિલ્ડરગ્રૂપ અને જ્વેલરી વિક્રેતાઓના ત્યાં દરોડા(Income tax raids in Surat ) પાડ્યા હતા. બિલ્ડર અને તેને સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ (Raids on builders and jewelers city )અને તેમના બે ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયાં છે. આવકવેરાની કામગીરીને (Income Tax Department )લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી બાદ આવક વેરાની(Surat Income Tax Department) સૌથી મોટી કાર્યવાહી છે.

Income tax raids in Surat:સુરત શહેરમાં બિલ્ડરો અને જ્વેલર્સો પર દરોડા
Income tax raids in Surat:સુરત શહેરમાં બિલ્ડરો અને જ્વેલર્સો પર દરોડા

By

Published : Dec 3, 2021, 9:14 PM IST

  • શહેરમાં બિલ્ડરો અને જ્વેલર્સો પર ઇન્કમટેક્સના દરોડા
  • ઇન્કમટેક્સની DDI વિંગે શહેરના 30 સ્થળે તપાસ હાથ ધરી
  • કોરોનાની મહામારી બાદ આવક વેરાની મોટી કાર્યવાહી

સુરત : બિલ્ડીંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના DDI વિંગની ટીમ દ્વારા દરોડાની(Income tax raids in Surat ) કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાની કામગીરીમાં અમદાવાદ અને સુરતની ટીમજોડાઈ છે. સુરતમાં સંગીની ગ્રુપ,અરિહંત ગ્રુપ, અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે ઈન્કમ ટેક્સ ડીડીઆઈ વિંગના દરોડાની (Raids on builders and jewelers city )કાર્યવાહી ચાલી રહી છે.

સુરતમાં વહેલી સવારે ઈન્કમટેક્સના ધામા

સુરતમાં વહેલી સવારે ઇન્કમટેક્સના અધિકારીઓ શહેરના બિલ્ડરગ્રૂપ અને જ્વેલરી વિક્રેતાઓના ત્યાં દરોડા(Raids on builders and jewelers city ) પાડ્યા હતા. બિલ્ડર અને તેને સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સની DDI વિંગે શહેરના 30 સ્થળે તપાસ (Income Tax Department )હાથ ધરી છે.હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડાયાં છે. આવકવેરાની કામગીરીને લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી બાદ આવક વેરાની સૌથી મોટી કાર્યવાહી છે.

શહેરના નામી લોકોને ત્યા દરોડાની કામગીરી

શહેરના મોટા બિલ્ડર અને ક્રેડાઈ સુરતના પૂર્વ પ્રમુખ વેલજી શેટાના સંગિની ગ્રુપ પર રેઈડ કરવામાં આવી છે. આ સાથે અરિહંત,અમોરા ગ્રુપ, મહેન્દ્રભાઈ ફાઈનાન્સર અને કિરણ સંઘવીને ત્યાં પણ દરોડા પડ્યા છે. વહેલી સવારે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બદલી પામીને સુરત આવેલા નવા DDI વિંગના એડિશનલ કમિશનર ઇન્વેસ્ટિગેશન કેયૂર પટેલની આગેવાનીમાં 150થી વધુ અધિકારીઓનો કાફલો 30 જેટલા સ્થળે સાગમટે તપાસ કરી રહ્યાં છે. અધિકારીઓ માની રહ્યા છે કે બેનામી આવક મોટી સંખ્યામાં મળી આવશે.

આ પણ વાંચોઃTransgender Education in BAOU: ગુજરાતમાં સૌથી વધુ 72 જેટલા ટ્રાન્સજેન્ડર અહીં કરી રહ્યા છે અભ્યાસ

આ પણ વાંચોઃGujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી સોલાર ઉતપન્ન થશે

ABOUT THE AUTHOR

...view details