- સુરતના લક્ષ્મીનંદ બાપુના અલખધામ મંદિરમાં ચોરી
- તસ્કરોએ મંદિરના સેવકને માર મારી ખેતરાડીમાં ફેંકી દીધો
- તસ્કરો દાનપેટી, સોનાની માળા, ચાંદીનું છત્ર લઈ ફરાર
- તસ્કરોએ મંદિરમાંથી કુલ રૂ. 58 હજારની ચોરી કરી
સુરતઃ આ અંગેની વિગત એવી છે કે, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિર અલખધામમાં તસ્કરોએ સેવકને બંધક બનાવી લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ધાડપાડુઓ મંદિરની બે દાન પેટી તોડી અંદરથી રોકડા રૂપિયા સહિત કુલ 58 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. શનિવારે મંદિરમાં તાપણું કરી રહેલા સેવકને માર મારી તસ્કરોએ લૂંટ ચલાવી હતી. રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ પાંચથી સાત ધાડપાડુઓ પાછલા દરવાજેથી અંદર ઘૂસ્યા હતા અને મંદિર પરિસરમાં તાપણું કરી રહેલો સેવક તેજશ રાજેશ પટેલને લાકડા અને પાવડાના સપાટા મારી ખેતરમાં ખેંચી ગયા હતા. જ્યાં બે શખ્સોએ તેને બંધક બનાવ્યા બાદ બાકીના શખ્સોએ લૂંટ ચલાવી હતી.
બારડોલીમાં અલખધામ મંદિરમાંથી તસ્કરો દાનપેટી સહિત રૂ. 58 હજાર ચોરી ગયા તસ્કરો રોકડ રૂ. 8 હજાર સહિત 58 હજારની ચોરી કરી ફરાર
તસ્કરો મંદિર પરિસરમાં આવેલી લક્ષ્મીચંદ બાપુની સમાધી, મંદિરમાં તેમની મૂર્તિને પહેરાવેલી સોનાની રૂદ્રાક્ષ માળા કિંમત રૂ 25 હજાર અને સવા કિલોનું ચાંદીનું છત્ર કિંમત રૂ. 20 હજારની ચોરી તેમ જ સમાધી મંદિર અને શિવાલયની દાન પેટી તોડી અંદરથી રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ રૂ. 58 હજારની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અન્ય સેવકના દરવાજા બહારથી બંધ કર્યા લૂંટ સમયે રસોઈયા રમેશ ચુનીલાલ માલી બચાવ માટે રૂમમાં જતા જ લૂંટારુઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો.
તસ્કરોએ મંદિરમાંથી કુલ રૂ. 58 હજારની ચોરી કરી રમેશ રસોઈયાએ મંદિરના સંચાલકને જાણ કરતા મામલાની જાણ થઈ
રમેશ રસોઈયાએ ફોન કરી મંદિરના સંચાલક યોગેશ્વર લક્ષ્મીચંદ શાહને જાણ કરી હતી. મુખ્ય સીસીટીવી પર ગરોળી આવી જતા પોલીસની મુશ્કેલી વધી હતી. જોકે, મંદિર પરિસરમાં લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમાધી મંદિરમાં મૂકવામાં આવેલા અન્ય એક કેમેરા પર ગરોળી આવી જતા કેમેરામાં વિઝન દેખાઈ શક્યું ન હતું. જ્યાં સુધી લૂંટની ઘટના ચાલી ત્યાં સુધી ગરોળી કેમેરા પર જ બેસી રહી હતી. જેને લઈને પોલીસે પણ મુશ્કેલી ઊભી થઈ હતી.