ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2019, 11:54 PM IST

ETV Bharat / state

બારડોલીમાં વરસાદમાં ખેલૈયાઓ ઘૂમ્યા...

સુરતઃ નવરાત્રીના ભાગ રૂપે બારડોલીના J.S.B પાર્ક ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બારડોલીમાં ભારે વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

સ્પોટ ફોટો

માં આદ્યશક્તિના નવલા નોરતાની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં પણ રંગે ચંગે ઉદ્ઘાટન કરાયું હતું. નગરના J.S.B પાર્ક ખાતે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. નોરતાના બીજા દિવસે માતાજીની આરતી ઉતારી નવરાત્રીનો શુભારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં નગરજનો અને યૌવન ધન પણ હિલોળે ચડ્યું હતું અને ગરબા ગાઈ માં આદ્યશકતીની આરાધના પણ કરી હતી.

બારડોલીમાં વરસાદમાં ખેલૈયાઓ ઘૂમ્યા

એક બાજુ નવરાત્રી અને બીજી બાજુ મેઘરાજાએ માઝા મૂકી હતી. ભારે વરસાદ સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસ્યા હતા. જોકે વરસાદ વચ્ચે ખેલૈયાઓમાં પણ ઉત્સાહ જવા મળ્યો હતો. વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબે ઝૂમયા હતા. તો કેટલાક ખેલૈયા ગરબામાં હેલ્મેટ પહેરીને પણ રમતા જોવા મળ્યા હતા. બીજા નોરતે વરસાદ વચ્ચે બારડોલીમાં ગરબાનું આયોજન યથાવત જોવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details