ગુજરાત

gujarat

ETV Bharat / state

સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા વેપારી પર ફાયરીંગની (Firing incident in Surat)ઘટના બની હતી. ફાયરીંગની ઘટનામાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગી હતી. આ બનાવને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો( Sarthana firing case)નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ફાયરીંગ કરાવનાર શખ્સની ધરપકડ કરી છે.

સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું
સરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

By

Published : Jul 26, 2022, 4:41 PM IST

સુરત: સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા વેપારી પર ફાયરીંગની (Firing incident in Surat)ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે ફાયરીંગ કરાવનાર શખ્સની ધરપકડ કરી છે. તેમજ ફાયરીંગ કરનારા બે શખ્સોની શોધખોળ( Surat Sarthana Police)હાથ ધરી છે. તેમજ પોલીસ તપાસમાં પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

સરથાણામાં ફાયરીંગની ઘટના

ફોરવ્હીલની શંકાસ્પદ હિલચાલ જણાઈ -સરથાણામાં મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન ભગવાન મોરડિયા નામના વેપારી પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગની ઘટનામાં વેપારીને ખભાના ભાગે ગોળી (Surat Crime News)વાગી હતી. આ બનાવને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરવામાં આવી હતી. આ તપાસમાં ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળ નજીક એક ફોરવ્હીલની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેથી પોલીસે કારની તપાસ કરી અનીલ કાકડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં થયું ફાયરીંગ, ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ

અજાણ્યા શખ્સોએ ગોળી બાર કર્યો હતો -વેપારી હિરેન મોરડીયા પણ આજે શુક્રવારે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. દરમિયાન અજાણ્યા શખ્સો આવ્યા હતા અને હિરેન મોરડીયા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો. ફાયરીંગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. ચાલવા નીકળેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ ખભામાં ગોળી વાગતા હિરેન મોરડીયા લોહીલુહાણ થઈ ગયા હતા. ફાયરીંગ કરી અજાણ્યાઓ બાઈક પર ભાગી છૂટ્યા હતા. થોડી વાર બાદ સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તથા ઇજાગ્રસ્ત હિરેન મોરડીયાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃમૈત્રી કરાર મામલે માથાકૂટ, પૂર્વ પતિ સહિત બે આરોપીઓની ધરપકડ

હિરેનને ડરાવવા માટે અનિલે ફાયરીંગ કરાવ્યું -પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હિરેનની પત્ની અગાઉ ઓનલાઈન ટ્રેડીંગનું કામ કરતી હતી તે વેળાએ તેના સંર્પકમાં આવી હતી અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી. આ દરમિયાન હિરેનની પત્નીએ અનીલને પતિ મારઝુડ કરતો હોય સમજાવવા કહ્યુ હતું જેથી હિરેનને ડરાવવા માટે અનિલે ફાયરીંગ કરાવ્યું હતું. આ બનાવમાં ફાયરીંગ કરનાર બે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details