સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 23 જાન્યુઆરીના રોજ 2 વર્ષના માસુમ બાળકનું અપહરણ (Kidnapping Child In Surat) થયું હતું. મળતી માહિતી મુજબ માસુમ બાળકને કાળા બુરખાધારી અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. આ ઘટના પોલિસને સામે આવતા સુરત પોલીસ દોડતી થઈ હતી. પરંતુ 72 કલાક બાદ બાળક કોઈ જાણકારી હાથ ન લાગતા પોલિસે બાળકના જાહેર સ્થળો પર પોસ્ટર (Poster of Kidnapping Child in Surat) લગાડી લોકોની મદદ માંગી છે.
અજાણી મહિલા ઘરમાં આવીને બાળકનું અપહરણ કરી ગઈ
બાળકના પિતાનું નામ અમીર શેખ છે. તેવો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અમીર શેખને 7 વર્ષીય પુત્રી અને 2 વર્ષીય પુત્ર દાનીશ ઘરે એકલા હતા. બપોરના સુમારે કાળો ભુરખો પહેરીને એક અજાણી મહિલા રૂમમાં આવી હતી. પુત્રીને કહ્યું હતું કે, તારી મમ્મી ગેટ ઉપર ઉભી છે. તારી રાહ જોઈ છે. દીકરી નાના ભાઈને છોડી ગેટ તરફ જતા જ અજાણી મહિલા દાનીશનું અપહરણ કરી ભાગી ગઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ (Crime Case in Surat) પણ નોંધવામાં આવી છે.