ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 3.17 લાખના સોનાના ચેઈનનું બોક્સ ચોરી કરી ઈસમ ફરાર - crime news

સુરત: કતારગામમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક ઈસમ 3.17 લાખના સોનાના ચેઈનનું બોક્સ દુકાન માલિકની નજર સામે જ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

એક ઈસમ 3.17 લાખનું સોનાનું ચેઈનનું બોક્સ દુકાન માલિકની નજર સામે જ ચોરી કરી ફરાર,ETV BHARAT

By

Published : Aug 3, 2019, 11:50 PM IST

કતારગામ સ્થિત પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવિણ ચીમન સોની કતારગામ નારાયણ નગરમાં પુનિત જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત સાંજના સમયે તેઓની દુકાનમાં એક યુવાન 18 થી 21 વર્ષીય સોનાની ચેઇન ખરીદી કરવાના બહાને આવ્યો હતો અને દુકાન માલિકને ચેઈન બતાવવા કહ્યું હતું. જેથી દુકાન માલિક ચેઇન બતાવી રહ્યો હતો તે વેળાએ તકનો લાભ લઇ તસ્કરે 3.17 લાખની કિંમતનું સોનાના ચેઇનથી ભરેલું બોક્સ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

એક ઈસમ 3.17 લાખનું સોનાના ચેઈનનું બોક્સ દુકાન માલિકની નજર સામે જ ચોરી કરી ફરાર, ETV BHARAT

જવેલર્સ માલિકે આરોપીને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના જવેલર્સની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં તસ્કર ચોરી કરતા નજરે ચડે છે. આ સમગ્ર બનાવની જાણ જવેલર્સના માલિકને પોલીસે કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીને પકડવાના ચક્રોગતિમાંન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details