ગુજરાત

gujarat

ETV Bharat / state

દારુની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ફાંસો ખાધો, બે બાળકો નોંધારાં બન્યાં - સૂરત

ભટારના આઝાદનગરમાં પતિએ પત્નીની હત્યા કર્યાંનો બનાવ બન્યો હતો.પત્નીને ઉપરાઉપરી ચપ્પુના અનેક ઘા માર્યાં બાદ પતિએ પણ ફાંસો ખાઈ લીધો હતો. દારૂ પીવાના પૈસાને લઈ બન્ને વચ્ચે વારંવાર તકરાર થતી હતી જેનું આ પરિણામ આવ્યું હતું.

દારુની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ફાંસો ખાધો, બે બાળકો નોંધારાં બન્યાં
દારુની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ફાંસો ખાધો, બે બાળકો નોંધારાં બન્યાં

By

Published : Mar 11, 2020, 4:50 PM IST

સૂરતઃ શહેરના ભટારમાં આવેલા આઝાદનગરમાં પતિએ પત્નીને ઉપરાઉપરી ચપ્પુના અનેક ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. અને તે બાદ ઘરમાં જઇ ફાંસો ખાઈ લીધો હતો. દારૂ પીવાના પૈસાને લઈ બન્ને વચ્ચે અવારનવાર ઝગડો ચાલતો હતો. પત્ની પર હુમલા બાદ પતિએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ભટાર વિસ્તારમાં રહેતો રવિ વાનખેડે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 5 વર્ષ અગાઉ તેના લગ્ન મોહિની સાથે થયાં હતાં. લગ્ન બાદ બે બાળક હતાં. દરમિયાન રવિ દારૂની લતે ચઢી ગયો હતો. અવારનવાર દારૂના પૈસાને લઈ બન્ને વચ્ચે ઝઘડો ચાલતો આવ્યો હતો. જેથી બાળકો પર ઝગડાની અસર ન પડે તે માટે મોહિનીએ બન્ને બાળકોને તેના દાદાને ત્યાં મોકલી આપ્યાં હતાં. દરમિયાન ફરી બન્ને વચ્ચે દારૂને લઈ ઝઘડો થતાં મોહિનીએ પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ગુસ્સામાં આવી જઈ રવિએ મોહિની પર ચપ્પુ વડે હુમલો ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટના બાદ મોહિનીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં બીજી તરફ પતિએ ઘરે જઈ ગળે ફાસો ખાંઈ આપઘાત કરી લીધો હતો. પતિના મોત બાદ પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પતિપત્ની બંનેના મોત બાદ તેમનાં બન્ને બાળકો નોંધારાં બન્યાં છે. હાલ ખટોદરા પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details