ગુજરાત

gujarat

By

Published : Dec 11, 2022, 7:48 AM IST

Updated : Dec 11, 2022, 8:53 AM IST

ETV Bharat / state

બારડોલીમાં સાસરિયાઓએ વિધવા પુત્રવધૂને સાત માસના બાળક સાથે કાઢી મૂકી

પતિના મૃત્યુ બાદ પોતાના સાસરે પલસાણા તાલુકાનાં મલેકપોર ગામે રહેતી વિધવા પુત્રવધૂનેતેના સાસુ-સસરા, નણંદ-નણદોઈએ શારીરિક માનસિક ત્રાસ આપી માસૂમ બાળક સાથે કાઢી મૂકી (in laws evict widowed daughters in law In Bardoli) હતી. કાઢી મૂકાતા પુત્રવધૂએ મહિલા પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. મહિલા પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીમાં સાસરિયાઓએ વિધવા પુત્રવધૂને સાત માસના બાળક સાથે કાઢી મૂકી
બારડોલીમાં સાસરિયાઓએ વિધવા પુત્રવધૂને સાત માસના બાળક સાથે કાઢી મૂકી

બારડોલી :ઝામ્બિયામાં લૂંટારુઓએ કરેલા ગોળીબારમાં પતિના (Murder Gujarat in Zambia) મૃત્યુ બાદ સાસરિયાઓએ ‘તારા પગલાં સારા નથી, તું અમારા દીકરાને ખાઈ ગઈ’ એવા આરોપ લગાવી વિધવા પુત્રવધૂને 7 મહિનાના પુત્ર સાથે કાઢી મૂકી (in laws evict widowed daughters in law In Bardoli) હતી. વિધવા પુત્રવધૂએ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવતીએ માતપિતાની મરજી વિરુદ્ધ કર્યા હતા પ્રેમ લગ્ન :પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે રહેતા ઠાકોરભાઈ રણછોડભાઈ મિસ્ત્રીની પુત્રી નમ્રતા (ઉ,વર્ષ 24) એ માતપિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018માં મલેકપોર ગામે કણબીવાડમાં રહેતા પિંકેશ રોહિતભાઈ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પિંકેશના બેન બનેવીએ તેમને કામધંધા અર્થે આફીકાના ઝામ્બિયા ખાતે બોલાવતા પિંકેશ અને નમ્રતા ઝામ્બિયામાં સ્થાયી થયા હતા. ત્યાં તેઓ બેન રીમા અને બનેવી પિંકલ સાથે સંયુક્ત પરિવારમાં રહી પલસાણા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મોલમાં કામ કરતાં હતા. થોડા સમય સારી રીતે રહ્યા બાદ નણંદ રીમા અને નણદોઈ નાની નાની બાબતે મેણાંટોણાં મારવા લાગ્યા હતા. તું અમારા સમાજની નથી અને તું તારા ઘરેથી કઈ લાવેલ નથી તેમ કહી માનસિક રીતે ત્રાસ આપતા હતા.

ઝામ્બિયામાં લૂંટારુઓએ પતિની કરી હતી હત્યા :નણંદ અને નણદોઈ ભારત આવવાના હોય કામની જવાબદારી પિંકેશને સોંપીને તેઓ બંને ભારત આવ્યા હતા. ગત 12મી જાન્યુઆરી 2022ના રોજ સાંજના સમયે પિંકેશ ઘરની બહાર ઊભા હતા તે સમયે અચાનક લૂંટારુ આવ્યા હતા અને પિંકેશને માર મારી તેને બે ગોળી મારી દીધી હતી. આ હુમલામાં પિંકેશનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતું. નમ્રતા 28 જાન્યુઆરીના રોજ પતિનો મૃતદેહ લઈને મલેકપોર આવી હતી. તે સમયે તેણીને 6 માસનો ગર્ભ હતો. મરણવિધી પૂર્ણ થયા બાદ પણ નમ્રતા સાસરીમાં જ રહેતી હતી.

ઝામ્બિયાથી મદદ રૂપે 18 લાખ રૂપિયા આપ્યા હતા :ઝામ્બિયાથી (Murder Gujarat in Zambia) પલસાણા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મોલના (Palsana Investment Limited Mall) મેનેજર જતિનભાઈ પટેલે નમ્રતા અને તેના આવનાર સંતાનના ભરણપોષણ માટે 18 લાખ રૂપિયા મોકલ્યા હતા. જે નણંદ અને નણદોઈએ નમ્રતાના સાસુ-સસરાને આપ્યા હતા. નમ્રતાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, આ રૂપિયા આવ્યા ત્યારથી સાસુ સસરા ભેગા મળી ‘તારા પગલાં સારા નથી, તું મારા દીકરાને ખાઈ ગઈ, મારો દીકરો તારી સાથે લગ્ન ન કરતે તો જીવતો રહતે’ તેમ જણાવી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. નણંદ અને નણદોઈ પણ તેને માનસિક રીતે પરેશાન કરતાં હતા.

પતિના મૃત્યુના ત્રણ માસ બાદ પુત્રને આપ્યો જન્મ :ગર્ભવતી હોવા છતાં સમયસર જમવાનું નહીં આપતા અને ઘરનું કામ કરાવતા હોવાનો આરોપ નમ્રતાએ ફરિયાદમાં કર્યો છે. ડિલિવરીના દસ દિવસ બાકી હતા ત્યારે સાસરિયાઓએ તેણીને પિયર મોકલી આપી હતી. ડિલિવરી થતાં જ નમ્રતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. 3જી એપ્રિલના રોજ સાસુ-સસરા તેણીને તેના દીકરા સાથે ઘરે લઈ ગયા હતા. ત્યાં પણ ખુબ જ પરેશાન કર્યા બાદ સાસુ ચાર ધામ યાત્રાએ જવાની છે એમ કહી પિયર મૂકી ગયા હતા.

18 લાખ રૂપિયામાં ભાગ ન આપવો પડે એટલે કાઢી મૂકી હોવાનો આરોપ :18 લાખ આપવા ન પડે તે માટે સાસરિયાઓએ ઝઘડો કરી નમ્રતાને તેના પુત્ર સાથે પહેરેલ કપડે પિયર મૂકી ગયા હતા. આથી વિધવા પુત્રવધૂએ તેના સસરા રોહિતભાઈ બાલુભાઈ પટેલ, સાસુ નયનાબેન રોહિતભાઈ પટેલ, નણંદ રીમાબેન પિંકલભાઈ પટેલ અને નણદોઈ પિંકલ કિરણ પટેલ (રહે એના, તા. પલસાણા, હાલ રહે ઝામ્બિયા) વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 11, 2022, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details