બારડોલીમાં ગંગાનગર ખાતે ભીખુભાઈ રાજપૂતની પત્ની બે સંતાનો સાથે રહેતી હતી. મધરાત્રે પતિ અગાસી પર સુતા હતા તે દરમિયાન નીચે સુઈ રહેલા તેમના પત્નીએ પોતાની બાળકી સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક બાળક રડતા તેમના પતિ નીચે આવ્યા હતા. જ્યાં આપધાતના દ્રશ્યો જોઈ તેઓને આઘાત લાગ્યો હતો.
બારડોલીમાં પરણિતાએ પુત્રી સાથે આત્મહત્યા કરતાં ચકચાર
સુરતઃ બારડોલીમાં એક માતાએ પુત્રી સાથે આત્મહત્યા કરી લેવાનો કિસ્સો પ્રકાશિત થયો છે. 28 વર્ષીય પરણિતાએ બે બાળકો પૈસી 9 વર્ષની બાળકી સાથે જીવન ટુંકાવતા ચકચાર મચી છે.
hd
પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકોને ભણાવવા મુદ્દે અને આર્થિક સંકળામણના કારણે પત્નીએ આ પગલું ભર્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પોલીસે ઘટનામાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.