સુરત એસટી વિભાગનો તહેવારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય સુરત :એસટી બસ વિભાગ દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરે સુરતથી 100 જેટલી એક્સ્ટ્રા ST બસો રાજ્યમાં દોડાવાશે. બે દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે લોકોનો ઘસારો જોવા મળશે તો વધુ બસ પણ મૂકવામાં આવશે. આ સાથે જ ગ્રુપ બુકિંગ પણ ચાલી રહ્યું છે. કોઈ 50 મુસાફરોનો ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. ત્યારે આ બસ તેમના ગામ કે ઘર સુધી લઈ જવામાં આવશે.
મહત્વનો નિર્ણય : આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને સુરત એસ.ટી. નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન સાતમ આઠમને ધ્યાનમાં લઈને સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં 50 થી 100 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે 50 કરતા વધારે મુસાફરો હશે તો તેઓના ઘર સુધી એસટી બસો જશે. --પી.વી.ગુર્જર (નિયામક અધિકારી, સુરત ST)
એક્સ્ટ્રા બસોથી આવક : ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુરત એસટી વિભાગને રક્ષાબંધન પર એક્સ્ટ્રા બસોથી 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી. રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે દિવસમાં 2.70 લાખ પેસેન્જરને એસટી બસનો લાભ લીધો હતો. આ બે દિવસમાં સુરત એસટી નિગમને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ગ્રુપ બુકિંગ : આ બાબતે સુરત ST નિયામક અધિકારી પી.વી.ગુર્જરે જણાવ્યું કે, શ્રાવણ માસના પવિત્ર માસ દરમિયાન સાતમ આઠમને ધ્યાનમાં લઈને સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં 50 થી 100 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે મુસાફરોની સંખ્યા હશે તે મુજબ બસોનું સંચાલન કરવામાં આવશે. જો કોઈ સ્થળેથી સુરતમાં ગ્રુપમાં બસનું બુકિંગ કરવામાં આવશે. એટલે કે એક સાથે 50 કરતા વધારે મુસાફરો હશે તો તેઓના ઘર સુધી એસટી બસ જશે.
- Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે
- પોરબંદરથી મહાશિવરાત્રીના મેળામાં જનાર પ્રવાસીઓ માટે 10 એક્સ્ટ્રા બસ દોડશે