સુરતમાં હવે કોઈપણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કોરોનાનો કેસ મળશે તો તેને 28 દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવશે - If a case of corona is found in Surat, it will be quarantined for 28 days
દેશભરમાં કોરોના વાયરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે 70 ટકા થયો છે. કુલ 985 દર્દીઓને સાજા થયા છે. શહેરમાં શુક્રવારના રોજ કુલ 1450 કેસો થયા છે. કુલ 65 દર્દીના મૃત્યુ નોંધાયા છે. જયારે મૃત્યુમાં 50 ટકા કરતા વધુ વૃદ્ધ દર્દીઓ છે. 4.6 ટકા મૃત્યુ દર છે. પોઝિટિવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી કેસો સામે આવ્યા છે.
સુરત
સુરત : હાલ 7406 લોકો હોમ કોરોન્ટાઇન અને વિકેન્દ્રિત કોરોન્ટાઇન સેન્ટરમાં 534 લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં 64 લોકો છે. 1697 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ 40 ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવશે. 60 જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.