સુરત :શિયાળાની સીઝન ચાલતી હોય ત્યારે લોકો ગરમાગરમ વસ્તુઓ ખાવાનું (Ice Cream Bhajia in Surat) પસંદ કરતા હોય છે, પરંતુ ક્યારે સાંભળ્યું છે ગરમાગરમ આઈસ્ક્રીમ ભજીયા ? જી હા, સુરતમાં લોકો શિયાળાની સીઝનમાં ગરમા ગરમ આઇસ્ક્રીમ ભજીયાની સાથો સાથ આઇસ્ક્રીમ પાણીપુરીની પણ મજા માણી રહ્યા છે. આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરી કોન્સેપ્ટ લાવનાર કોઈ બીજો નહીં પરંતુ હૈદરાબાદની એક ઇન્ટરનેશનલ કંપનીમાં સિનિયર આઇટી પોસ્ટ પર નોકરી કરી ચૂકેલો યુવાન છે. (Ice Cream Panipuri in Surat)
આઈસ્ક્રીમ ભજીયાકુંજલ ભટ્ટ કમ્પ્યુટર એપ્લિકેશનની માસ્ટર ડિગ્રી ધરાવે છે અને હૈદરાબાદ ખાતે એક ઇન્ટરનેશનલ કંપનીમાં તેઓ નોકરી કરતા હતા, પરંતુ આંખમાં આવેલી તકલીફ અને સર્જરીના કારણે તેઓ ફરીથી સુરત આવી ગયા હતા અને ખાણીપીણીનો શોખ ધરાવતા કુંજલે સુરતીઓને કંઈક નવું આપવાનું વિચાર્યું. તેઓએ જે રીતે વડાપાવ બનાવવામાં આવે છે તે જ રીતે આઈસ્ક્રીમ ભજીયા લોકોને આપવાનું નક્કી કર્યું. (Bhajiya recipe)
પાણીપુરી માટે ખાસ પાણી તૈયારકુંજલ ભટ્ટે જણાવ્યું હતું કે, મને અગાઉથી ખાવાનું બનાવવાનું અને લોકોને ખવડાવવાનો શોખ હતો અને હેલ્થ ઈશ્યુના કારણે હૈદરાબાદથી નોકરી છોડીને સુરત આવી ગયો હતો. અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાઇ ગયો. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ વડાપાવ આઇસ્ક્રીમ, આઇસ્ક્રીમ પાણીપુરી અને ઈલેક્ટ્રીક શોક આઈસ્ક્રીમ પાણીપુરીએ ગ્રાહકો માટે બનાવીને અમે આપીએ છીએ. (bhajia recipe gujarati)