સુરત:સુરતમાં હત્યાની ઘટનાઓ(Murder case in Surat)દિવસેને દિવસે વધી રહી છે.આવી જ એક ઘટના રાંદેર નવયુગ કોલેજ(Rander Navayug College Surat) પાસે આવેલી, બોમ્બે કોલોનીમાં રહેતા પ્રકાશ રણજીત વસાવાએ તેની પત્ની ઉષાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘર કંકાસમાં આ દંપતી વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા.(Husband strangles wife due to house dispute) આ દરમિયાન, નશામાં ધુત પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મહોલ્લાવાસીઓએ તેને પકડીને માર પણ માર્યો હતો. આ દરમિયાન પોલીસ કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. આ સમગ્ર મામલે, રાંદેર પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘર કંકાસે વિખેર્યો ઘરનો માળો, પતિએ પત્નીની ગળું દબાવી કરી હત્યા - રાંદેર નવયુગ કોલેજ
સુરતના રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કોલોની, ઝૂપડપટ્ટીમાં ઘર કંકાસના લીધે પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.Murder case in Surat, Rander Navayug College Surat, Husband strangles wife due to house dispute, husband Killed wife
નશામાં ચુર પતિની ધરપકડ:પોલીસ તપાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનુ કબુલ્યું હતું. મળતી માહિતી મુજબ, નશામાં પત્નીની હત્યા કર્યા બાદ મહોલ્લામાં તે બેફામ ગાળો બોલી રહ્યો હતો ,જેથી મહોલ્લા વાસીઓએ તેને પકડી માર માર્યો હતો. અહી હંગામો થઇ રહ્યો હતો, આ સમયગાળા દરમિયાન પોલીસની ટીમ અહીંથી પસાર થતા અહી આવી પહોચી હતી. પોલીસે નશામાં ચુર પતિની ધરપકડ કરી હતી.આરોપીની પૂછપરછ કરતા, તેને પત્ની ની હત્યા કરી હોવાનુ કબુલ્યું હતું. આ સમગ્ર બનાવમાં પોલીસે મૃતક ઉષાબેનની બહેન દક્ષાબેનની ફરિયાદ લઇ પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં ઘરમાં થતા ઝઘડાઓને લઈને મૃતક ઉષાબેન તેના બંને બાળકોને તેની બહેન દક્ષાના ઘરે મૂકી આવી હતી.