ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસનો માનવીય ચહેરો, ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન આપ્યું - ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન

સુરત પોલીસનો માનવીય ચહેરો (Human Face of Surat Police )સામે આવ્યો છે. ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીની શોધમાં તેના ઘેર પહોંચેલા એએસઆઈ કિશોર પાટીલની નજરે આરોપીના વૃદ્ધ પિતા ( Father of Drug case Accused )ની દયનીય સ્થિતિ ચડી. તેમણે એનજીઓની મદદ (NGO Help )થી વૃદ્ધને મોતના મુખમાંથી બચાવ્યાં છે.

સુરત પોલીસનો માનવીય ચહેરો, ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન આપ્યું
સુરત પોલીસનો માનવીય ચહેરો, ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન આપ્યું

By

Published : Jan 3, 2023, 6:04 PM IST

આરોપીના પિતાની હાલત જોઇ પોલીસ કર્મચારીઓનું દિલ દ્રવી ઉઠ્યું ને સારવાર અપાવી સ્વસ્થ કર્યાં

સુરત શહેર પોલીસ ' Say No to Drugs' મુહિમ ચલાવીને સુરતમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે અને આખા નેક્સેસને તોડી પાડવામાં સફળ પણ થઈ છે. ત્યારે પોલીસે આ કડક કાર્યવાહી સાથે માનવતા (Human Face of Surat Police )પણ બતાવી છે. ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપીના પિતા ( Father of Drug case Accused )ને કફોડી સ્થિતિમાં જોઈ સુરત પોલીસના બે કર્મચારીઓએ એનજીઓ (NGO Help )ની મદદથી તેમનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો કુખ્યાત બૂટલેગર પિન્ટુ ગઢરી ઝડપાયો, બિઝનેસમેનને શરમાવે એવી કમાણી કરતાં આરોપીના છે કાળા કારનામાં

ડ્રગ કેસના આરોપી પિન્ટુના પિતા છે વૃદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઓક્ટોબર માસમાં 509 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક પપ્પુ વોન્ટેડ જાહેર કરાયો હતો. પપ્પુની ઓળખ થયા બાદ તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. સચિન પોલીસ ઘરે પહોંચી તો ચોકી ગઈ હતી. કારણ કે ત્યાં માત્ર એક વૃદ્ધ વ્યક્તિ સિવાય કોઈ હતું નહીં. વૃદ્ધ વ્યક્તિના આખા ઘરમાં કીડા ઘૂમી રહ્યા હતાં અને આરોપીના પિતા ( Father of Drug case Accused )ના શરીર પર પણ કીડાઓ ફરી રહ્યા હતાં. જેને જોઈ તાત્કાલિક અસરથી સચિન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિશોર પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ (Human Face of Surat Police )દ્વારા સમાજસેવી ધર્મેશ ગામીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો સમયસર સુરત પોલીસના આ બે કર્મચારીઓ આરોપીના પિતા માટે સચેત થયા હોત તો તેમને બચાવવાનું કામ અઘરું થઈ ગયું હોત.

આ પણ વાંચો સિહોરની મહિલા પોલીસ કર્મીએ નિભાવી માનવતાની ફરજ

વૃદ્ધને એનજીઓની મદદથી સારવાર અપાવાઇ એએસઆઇ કિશોર પાટીલે (Human Face of Surat Police ) વૃદ્ધ વ્યક્તિની પુત્રીનો પણ સંપર્ક કર્યો હતો તેને સાફસફાઈ તો કરી, પરંતુ પિતાને પોતાના ઘરે લઈ જવાની ના પાડી દીધી હતી. જેથી ( Father of Drug case Accused ) NGOનો સંપર્ક કરાયો હતો. NGO ના તરુણ મિશ્રા (NGO Help )આરોપીના ઘરે જઈ તેના પિતાને સુરક્ષિત લઈ ગયા હતા અને સારવાર પણ કરાવી હતી. આ અંગે તરુણ મિશ્રા જણાવ્યું હતું કે, અમને સમાજસેવી ધર્મેશ ગામીએ જાણકારી આપી હતી કે ત્યારે અમે તેમના નિવાસ્થાને આવ્યા હતાં. ત્યારે જોયું કે તેમની સ્થિતિ ખૂબ જ કફોડી છે. વૃદ્ધે જણાવ્યું હતું કે છેલ્લા આઠ દિવસથી કશું ખાધું નથી. શરીર પર કીડાઓ પણ પડી ગયા હતા અમે તેમને સુરક્ષિત શેલ્ટર હોમ લઈ જઈ રહ્યા છે.

પોલીસની પ્રતિક્રિયા એએસઆઈ કિશોર પાટીલે જણાવ્યું હતું કે, અમે તપાસ સાથે આરોપીના ઘરે ગયા હતા ત્યારે જોયું કે આરોપીના પિતાની સ્થિતિ ખૂબ જ દયનીય હતીં અમે તેમના અન્ય પરિવારના સભ્ય સાથે પણ સંપર્ક કર્યા હતાં. વૃદ્ધની દીકરીએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ નથી કે તેઓ પિતાને પોતાના ઘરે રાખી શકે. એટલું જ નહીં તેમના શરીર પર કીડાઓ જોઈ અમે ખૂબ જ ચિંતિત (Human Face of Surat Police )થઈ ગયા હતાં અને આ કારણે અમે એનજીઓ (NGO Help )સાથે સંપર્ક કર્યો.

ABOUT THE AUTHOR

...view details