પ્રાપ્ત માહિતી મુજબ ડીસીબી પોલીસને બાતમીના આધારે શિવરાજસિંહ ઝાલા અને રવિ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 1.11 લાખ તેમજ 2 છરા અને 1 બાઈક મળી કુલ 1.86 લાખની મત્તા કબજે કરી હતી.
હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી લૂંટ કરતા 2 ઇસમોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ - gujarat
સુરત: હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી લૂંટ કરતા બે ઈસમોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી પોલીસે 1.86 લાખની મત્તા કબજે કરી છે. તેમજ બે પોલીસ મથકના ગુનાના ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા છે.
પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ ગત તારીખ 22 જૂન 2019ના રોજ વહેલી સવારે ઇચ્છાપોરથી ભાઠા જવાના રોડ પર એક ટ્રકને રોકી છરો બતાવી લૂંટ કરી હતી. તેમજ ખટોદરા વિસ્તારમાં એક કાર ચાલક સાથે ઝઘડો કરી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઉપરાંત આરોપી શિવરાજસિંહ ઝાલા અગાઉ ઉમરા પોલીસ મથકમાં ચોરીના તેમજ ખટોદરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ તે પેરોલ જમ્પ કરી ફરાર હતો, ડીસીબી પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડી બે પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે અને બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી ધરી છે.