ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Rain: ભારે વરસાદથી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી આખી રાત કાટમાળમાં રહ્યા - heavy rain

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે ભારે વરસાદમાં એક મકાન ધરાશયી થઈ ગયું હતું. જેમાં 65 વર્ષીય મહિલા અને તેની પુત્રી દબાઈ ગયા હતા. વહેલી સવારે ખબર ગ્રામજનોને ખબર પડતાં બચાવ કામગીરી શરૂ કરી હતી. માતા-પુત્રીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભારે વરસસથી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી આખી રાત કાટમાળ તળિયે દટાઈ રહ્યા
ભારે વરસસથી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી આખી રાત કાટમાળ તળિયે દટાઈ રહ્યા

By

Published : Jul 21, 2023, 1:23 PM IST

Updated : Jul 21, 2023, 1:36 PM IST

ભારે વરસસથી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી આખી રાત કાટમાળ તળિયે દટાઈ રહ્યા

બારડોલી: મહુવા તાલુકાના વસરાઈ ગામમાં રાત્રે મકાન ધરાશાયી થતાં અંદર સુતેલી માતા-પુત્રી દટાઈ ગયા હતા. આખી બંને કાટમાળમાંથી બહાર નીકળી શક્યા ન હતા. સવારે પાંચ વાગ્યે સ્થાનિકોએ બંનેને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ તેમની નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

"આ મકાન રાત્રે 12 વાગ્યા બાદ તૂટી પડ્યું હતું. અમને સવારે 5 વાગ્યે જાણ થતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અંદર દબાઈ ગયેલ માતા-પુત્રીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા" -- રીંકલબેન પટેલે (ગામના સરપંચ)

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા: માતા પુત્રી આખી રાત દબાઈ રહ્યા સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં રહેતી બબલીબેન ગમનભાઈ નાયકા (65) તેની પુત્રી રેખા (42) સાથે રહે છે. બુધવારે રાત્રે જમ્યા બાદ બંને સૂઈ ગયા હતા. રાત્રે અવિરત વરસાદને કારણે લગભગ 12.30 વાગ્યા પછી તેનું ઘર તૂટી પડ્યું હતું. આખી રાત મા-દીકરી બંને કાટમાળ નીચે દટાયા હતા. સ્થાનિકોને સવારે 5 વાગ્યે ખબર પડતાં બચાવ કામગીરી આરંભી હતી. વરસાદના કારણે આસપાસના લોકોને મકાન ધરાશાયી થયાની ખબર પડી ન હતી. સવારે 5 વાગ્યે સ્થાનિક રહેવાસીઓને આ અંગેની જાણ થતાં તેઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ગ્રામજનોએ મહામહેનતે બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સર્વેની કામગીરી:બંને માતા-પુત્રી નવસારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ગામના સરપંચ રિંકલબેન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બંનેને બહાર કાઢીને અનાવલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ નવસારીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક કેતન પટેલે જણાવ્યું હતું કે, ઘર તૂટી જતા તમામ ઘર વખરી અને અનાજ વરસાદથી ખરાબ થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે એવી અમારી માગ છે.

  1. Surat News : પાલોદ ગામે પાણીના બોરિંગ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  2. Surat News : કોસંબા APMCમાં કોઈ છેતરપિંડીનો ભય નહીં, APMCના ચેરમેનને મુખ્યપ્રધાનના હસ્તે એવોર્ડ
Last Updated : Jul 21, 2023, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details