ગુજરાત

gujarat

ETV Bharat / state

કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ કરવા ચાર માર્કેટમાં Help Desk શરૂ કરાશે

સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા ચાર માર્કેટમાં Help Desk શરૂ કરવામાં આવ્યા છે. આ Help Desk કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ મળી શકશે. કાપડના વેપારીઓના પ્રશ્નો ઝડપથી નિરાકણ આવે તે માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા Help Desk શરૂ કરાયું
સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા Help Desk શરૂ કરાયું

By

Published : Jun 11, 2021, 3:50 PM IST

  • સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા ચાર માર્કેટમાં Help Desk શરૂ કરાયા
  • Help Desk થકી કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ મળશે
  • વેપારીઓ મુંઝાતા અટશે અને તેમનું કામ પણ થશે

સુરત : શહેરમાં કાપડ વેપારીઓની મદદ માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા અલગ-અલગ ચાર માર્કેટમાં Help Desk શરૂ કરવામાં આવશે. આ Help Desk 365 દિવસ અને 24 કલાક ચાલશે. Help Desk થકી કાપડના વેપારીઓને ટેક્સ સહિત વિવિધ પ્રશ્ને મદદ મળી શકશે.

સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો

કાપડના વેપારીઓના પ્રશ્નોનો ઝડપથી નિરાકરણ આવે તે માટે સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ મિલેનિયમ માર્કેટ, મિલેનિયમ માર્કેટ 2, ન્યુ ટેક્સટાઇલ માર્કેટ અને રઘુકુલ માર્કેટમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : કાપડ ઉદ્યોગના વેપારીઓને છેતરપિંડીથી બચાવવા સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા મોબાઈલ એપ વિકસાવાઇ

વેપારીઓને મદદ કરવા માટે Help Deskની શરૂઆત કરાઇ

મર્કન્ટાઇલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, વેપારીઓને પોતાની સમસ્યાનું તરત જ સમાધાન મળતું નથી. એમને મદદ કરી શકાય તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેના આધારે વેપારીઓ મુંઝાતા અટકી જશે અને તેમનું કામ પણ થશે.

આ પણ વાંચો : કોરોના ઇફેક્ટઃ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને આ વર્ષે 14,500 કરોડ રૂપિયાનું નુકસાન

સિવિલ મેટરમાં મદદની જરૂર હોય તો Help Deskમાં મદદ કરશે

એક સહિત અન્ય વિવિધ પ્રશ્નોને લઇ મદદ કરવામાં આવશે. વેપારીઓને કોઈ GSTનો પ્રશ્ન, કોઈને ઇન્કમટેક્સ, એમએસએમઇ, ટ્રાન્સપોર્ટનો, કોઈનો પેમેન્ટ ડ્યુ છે અથવા તો કોઈને સિવિલ મેટરમાં મદદની જરૂર હોય તો Help Deskમાં મદદ કરશે. એસોસિએશનના લીગલ એડવાઈઝર આ Help Desk થકી મદદ કરશે. તમામ સલાહસૂચન વિનામૂલ્યે આપવામાં આવશે. જેના માટે મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા અલગ-અલગ કમિટીઓ તૈયાર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details